Not Set/ ગરીબ બાળકો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ નથી, અભ્યાસ કેમ કરી કરશે…?

રાજ્ય માં કોરોના ની સ્થિતિ બેકાબુ છે ત્યારે કોંગ્રેસ ના 65 ધારાસભ્ય ને 1.50 કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યો ને ફાળવવામાં આવે તેવી અરજદાર ની રજૂઆત પણ કરવામાં આવી છે.

Gujarat Others Trending
shab 6 ગરીબ બાળકો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ નથી, અભ્યાસ કેમ કરી કરશે...?

રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળતા નથી. રાજયમાં આરોગ્ય સેવા સંપૂર્ણ કથળી ગઈ છે. સરકાર આરોગ્ય સેવા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. રાજયમાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સરકાર ગ્રામ્ય વિસ્તાર મા ધ્યાન આપતી ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

આથી આજરોજ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એ નામદાર વડી અદાલતમાં કોંગ્રેસ નાં તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ.1.5 કરોડ જે તે વિસ્તારમાં ઓકસીજન પ્લાન્ટ, સિલિન્ડર, બેડ, દવા તેમજ અન્ય આરોગ્ય સુવિધા માટે સંપૂર્ણ વાપરવા દેવા માટેની માંગ સાથે સુઓમોટો અપીલ દાખલ કરી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટ માં જાહેરહિત ની અરજી દાખલ કરી છે. જાહેરહિત ની અરજી ને સુઓમોટોમાં સામેલ કરવા રજુઆત કરવામાં આવી છે.

રાજ્ય માં કોરોના ની સ્થિતિ બેકાબુ છે ત્યારે કોંગ્રેસ ના 65 ધારાસભ્ય ને 1.50 કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યો ને ફાળવવામાં આવે તેવી અરજદાર ની રજૂઆત પણ કરવામાં આવી છે. હાલ માં માત્ર 25 લાખ ફાળવવા માં આવે છે. કાયદાકીય 1.25 કરોડ ની ગ્રાન્ટ ની છે જોગવાઈ છે. જો હાલ આ મુજબ ગ્રાન્ટ આપવામાં આવે તો આરોગ્ય લક્ષી માળખું ઉભું કરી શકીએ. તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાઓ એ સરકાર યોગ્ય ગ્રાન્ટ આપે તો માળખું કરી શકીએ ઉભું. હાલમાં 65 ધારાસભ્ય નું કુલ 97 કરોડ રકમ ની ગ્રાન્ટ થાય છે.

કોંગ્રેસના 66 MLAએ સરકાર પાસે 103 કરોડ રૂપિયા કોરોનામાં વાપરવા મંજૂરી  માંગી  છે. કોરોનની સ્થિતિ ખુબ ગંભીર છે. અશસ્ક્ત બાળકો માટે કંઈક સરકાર વિચારે. કોરોનાના કપરા કાળમાં સ્ત્રીઓ અને બાળકો માટે સરકાર ધ્યાન આપે. સ્કૂલો બંધ છે ત્યારે બાળકોને હાલાકી છે. ગરીબ બાળકો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ નથી. બાળકોને ચોપડીઓ આપવામાં આવે જેથી તેઓ અભ્યાસ કરી શકે. જેવી રજુઆતો કરવામાં આવી હતી.