Not Set/ અભિનેત્રી અને ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઈમાં ચાલી રહી છે સારવાર

બોલિવૂડને કોરોનાકાળ બાદથી જ ગ્રહણ લાગી ગયુ છે. એક પછી એક બોલિવૂડનાં સિતારાઓની તબિયત લથડી રહી છે.

Top Stories Entertainment
Untitled 1 9 અભિનેત્રી અને ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઈમાં ચાલી રહી છે સારવાર

બોલિવૂડને કોરોનાકાળ બાદથી જ ગ્રહણ લાગી ગયુ છે. એક પછી એક બોલિવૂડનાં સિતારાઓની તબિયત લથડી રહી છે. હવે આ કડીમાં બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં ચંદીગઢનાં સાંસદ કિરણ ખેર પણ આવી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ એક પ્રકારનાં બ્લડ કેન્સરથી પીડિત છે અને મુંબઇમાં તેમની સારવાર ચાલી રહી છે. આ માહિતી ભાજપના એક સાથીએ આપી છે. કિરણ ખેર બે બ્લડ કેન્સરના પ્રકારનાં મલ્ટીપલ માયલોમાથી પીડિત છે.

હમણાં નહીં ઘટે સેલેરી! / ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

ચંદીગઢનાં ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદે બુધવારે વિશેષરૂપથી બોલાવેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, 68 વર્ષિય બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરને ગયા વર્ષે આ રોગની જાણ થઇ હતી. હાલ તે સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. સૂદે એમ પણ કહ્યું હતું કે, તાજેતરનાં ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે, આ રોગ હવે તેમના હાથ અને ખભાથી ખતમ થઈ રહ્યો છે. સૂદે એમ પણ કહ્યું હતું કે, “જો કે તેણી ચાર મહિનાની સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી, તેમ છતાં, તેમને સારવાર માટે નિયમિતપણે હોસ્પિટલમાં જવું પડશે.”

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક / તમિલનાડુની ચૂંટણી પહેલા સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આપને જણાવી દઈએ કે, કિરણે ખેર વર્ષ 1990 માં દિગ્દર્શક શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમ સાથે હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો, તેમને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, અભિનેત્રીને ઋતુપર્ણા ઘોષની બંગાળી ફિલ્મ બેરીવાલી માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, પાર્ટીએ કિરણ ખેર વિશે તેમના પર ઉઠી રહેલા સવાલ બાદ હેલ્થ અપડેટ આપી છે. કિરણ ખેર લાંબા સમયથી ચંદીગઢથી ગુમ હતા, જેના કારણે વિપક્ષીય પાર્ટીઓ તેમના પર સવાલ ઉભા કરી રહ્યા હતા. સૂદે કહ્યું છે કે, ગયા વર્ષે ડિસેમ્બર સુધી કિરણ ચંદીગઢમાં હતા અને બિમારીનાં કારણે તેમને બહાર ન આવવાની સલાહ આપવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ