Not Set/ સુરતના કતારગામમાં લગ્નમંડપ બન્યો ઓપીડી સેન્ટર : 700થી વધુને ફૂડ પોઈઝનિંગ

ભોજન સમારંભમાં અંદાજે 700 થી 800 લોકોએ ઓરિયો શેક, અંગુર રબડી તેમજ કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઈ ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી.

Top Stories Gujarat Surat
ફૂડ પોઇઝનિંગ

સુરતનાં કતારગામમાં વિસ્તારમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. ફૂડ પોઈઝનિંગ થતા લોકોને હોસ્પિટલમાં  સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગ ની અસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી. અત્યારસુધીમાં કૂલ 700થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.

વધુમાં મળતી માહિતી અનુસાર સુરતનાં કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર મંગળવારે નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 700 થી 800 લોકોએ ભોજન લીધુ હતું. જમણવાર બાદ 700 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર થઇ હતી. આ ભોજન સમારંભમાં અંદાજે 700 થી 800 લોકોએ ઓરિયો શેક, અંગુર રબડી તેમજ કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઈ ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી. જો કે આટલી માત્રામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ સ્થળ પર ઓપીડી શરૂ કરવી પડી હતી.

અત્યારસુધી માં 92 થી વધુ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રોફ અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક પણ ઘટનાની ગંભીરતા સમજીને સ્થળ પર દોડી ગયા હતા.બીજી તરફ મનપાના ફુડ વિભાગે પણ ભોજન સમારંભમાં પીરસેલી વાનગીઓ ના નમુના લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. તેમજ વધુ તપાસ ચાલી રહી હોવાનું મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને શહેરમાં લગ્નસરાની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. તેવામાં આવી અસહ્ય ગરમીમાં દૂધમાંથી બનતી વાનગીઓ ખાવી જોખમી સાબિત થઈ રહી છે. જેનું ઉદાહરણ કતારગામ વિસ્તારના યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું.જેને પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. એક સાથે અસંખ્ય લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લગ્ન સમારંભમાં આ સ્થળે તાત્કાલિક ટીમ મોકલી હતી. અને ઓપીડી શરૂ કરી દીધી હતી. લોકોની તાત્કાલિક સારવાર થતા લોકોની બગડેલી તબિયત સુધારા ઉપર છે.

123

આ પણ વાંચો : મોંઘા પેટ્રોલના મામલે ભારત વિશ્વમાં 42મા નંબરે, જાણો કયા દેશોમાં કેટલું મોંઘુ વેચાય છે