Gujarat Rajkot/ ગોંડલમાં 28થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગની થઈ અસર, વીરપુરની હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજકોટના ગોંડલમાં લોકોને થયુ ફૂડ પોઈઝનિંગ. ગોંડલના 28થી વધુ લોકોને ફુડ પોઇઝનની અસર થઈ હોવાનું સામે આવ્યું.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 20T155426.003 ગોંડલમાં 28થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગની થઈ અસર, વીરપુરની હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજકોટના ગોંડલમાં લોકોને થયુ ફૂડ પોઈઝનિંગ. ગોંડલના 28થી વધુ લોકોને ફુડ પોઇઝનની અસર થઈ હોવાનું સામે આવ્યું. આ લોકો ગોંડલના સ્વામીનારાયણ મંદિરમાં રોકાયા હતા. જ્યાં રાત્રે ભોજન કર્યા બાદ તેમને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું. ગોંડલના મંદિરમાં રાત્રિ રોકાણ કરી ભોજન કરનાર મુસાફરો
આણંદ,નડિયાદ અને ગાંધીનગરના છે.

ગોંડલના સ્વામિનારાયણ મંદિરમાં આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓ કાગવડ ખોડલધામ જઈ રહ્યા ત્યારે તમામની તબિયત લથડી. પ્રવાસીઓને તબિયત લથડતા તાત્કાલિક તેમને વિરપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ગોંડલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં રોકાણ કરનાર પ્રવાસીઓએ મંદિરમાં સવારે ઢોકળા સાથે સોસ અને વેફર ખાધી હતી. સવારે તેઓ કાગવડ થઈ રહ્યા હતા ત્યારે તમામ પ્રવાસીઓને રસ્તામાં અચાનક ઉલટી, ધ્રુજારી અને ઉબકાની ફરિયાદ થવા લાગી. તમામ પ્રવાસીઓની સ્થિતિ એક સરખી હોવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન છે. પ્રવાસીઓની તબિયત લથડતા તેમને વીરપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફૂડ પોઈઝનિંગના કારણે 28થી વધુ પ્રવાસીઓ બીમાર પડતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે