જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019 માં કલમ 370ની નાબૂદીની ઘટનાની નોંધ માત્ર ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે લેવામાં આવી રહી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કૂટનીતિ કામે લાગી ગઈ હતી.જમ્મુ કાશ્મીરની સાંપ્રત પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 24 દેશોના નેતાઓનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવી પહોંચ્યું છે.બુધવારે આ પ્રતિનિધિમંડળ શ્રીનગર એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું જ્યાં પરંપરાગત નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા તેમની પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. શ્રીનગરથી આ પ્રતિનિધિમંડળ બડગામ જિલ્લાના માગમ પહોંચ્યું હતું.
police complain / કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

Election / રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આ આમ મહિલાઓને ટિકિટ આપી નવો ચીલો ચાતર્યો
પહેલા દિવસના કાર્યક્રમ અનુસાર વિદેશી નેતાઓ કાશ્મીરના વિશ્વવિખ્યાત ડલ લેકના કિનારે આવેલા શેર-એ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં અલગ અલગ જૂથો અને રાજકીય દળોના નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ સાંજના સમયે વિદેશી મહેમાનો પત્રકારો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન વિદેશી મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. વિદેશી મહેમાનોની સુરક્ષા કાજે સમગ્ર શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે. શેર-એ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર તો પોલીસ અને સુરક્ષા દળોની છાવણીમાં ફેરવાઈ ગયું છે. વિદેશી નેતાઓની રાજકીય મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં બે દિવસ રોકાઈને પરિસ્થિતિ થાળે પાડવાના સરકારના પ્રયાસો અને વિકાસકાર્યોની જાત માહિતી મેળવવાનો છે.

આ પ્રતિનિધિ મંડળમાં યુરોપીયન સંઘના રાજદૂત ઉગો અસ્તુતો અને ફ્રાન્સના રાજદૂત એમેનુએલ લેનિન સહિત 24 દેશોના રાજકીય નેતાઓ અને રાજદૂત સામેલ છે. બાંગ્લાદેશ, ક્યુબા, આયરલેન્ડ, બ્રાઝીલ, બેલ્જિયમ, સ્પેન, ઈટાલીના પણ રાજકીય નેતાઓ સામેલ છે. ઓગસ્ટ 2019 માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદી બાદ ચોથી વાર વિદેશી નેતાઓનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવ્યું છે.
Political / ટેલિકોમ સેક્ટર માટે PLI ને મળી કેબિનેટની મંજૂરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
