Politics/ દેશમાં સંકટ માત્ર કોરોના જ નહીં પણ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ છે: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા આવ્યા છે. તે કોઇને કોઇ મુદ્દે સરકારને અને તેમા પણ ખાસ કરીને વડાપ્રધાન મોદીને આડેહાથ લેતા હોય છે.

Top Stories India

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા આવ્યા છે. તે કોઇને કોઇ મુદ્દે સરકારને અને તેમા પણ ખાસ કરીને વડાપ્રધાન મોદીને આડેહાથ લેતા હોય છે. તાજેતરમાં ટ્વીટ મારફતે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના રસીની નીતિઓ અંગે મોદી સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, ‘હું ઘરે ક્વોરેન્ટીન છું, દુઃખદ સમાચાર સતત આવી રહ્યા છે. ભારતમાં સંકટ ફક્ત કોરોના જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ છે. ખોટી ઉજવણી અને ખોટા ભાષણો નહીં, દેશને સમાધાન આપો!

OMG! / લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

અગાઉ તેમણે સરકારની વેક્સિન રણનીતિ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, આ સરકારની વેક્સિન રણનીતિ, નોટબંધીથી ઓછી નથી. એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રસીકરણને લીધે સામાન્ય લોકો લાઈનોમાં લાગી જશે. બીજું, લોકો પૈસા, આરોગ્ય અને જીવનની ખોટ સહન કરશે. સત્ય એ છે કે ‘દેશની આપત્તિ, મોદી મિત્રો માટે તક, અન્યાય કેન્દ્ર સરકારનો!’ આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થઇ ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે, રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ દેશની બેકાબૂ કોરોનાની સ્થિતિ અને હોસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજન, રમડેસિવિર, વેન્ટિલેટરની અછત માટે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

વેક્સિન પર રાજકારણ / એક જ રસીનાં ભાવ બે સ્થળોએ અલગ-અલગ કેવી રીતે હોઇ શકે : સોનિયા ગાંધી

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં કોરોનાને લઈને મોદી સરકારે કરેલી તૈયારીઓ અંગે સવાલો ઉભા કર્યા હતા, જે બાદ ભાજપે જબરદસ્ત પલટ જવાબ આપ્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, જ્યારે રાજકારણ ન થવું જોઇએ, ત્યારે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગાંધી પરિવાર રાજકારણ કરી રહ્યા છે, દેશમાં ગભરાટ, અરાજકતા અને બનાવટી સમાચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે શરમજનક વાત છે. રાહુલ ગાંધી આ દિવસોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. નોંધપાત્ર રીતે, દેશભરમાં કોવિડ-19 નાં 3,14,835 નવા કેસો આવ્યા પછી ગુરુવારે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,59,30,965 થઈ ગઈ છે. વળી આ રોગચાળાને લીધે વધુ 2,104 લોકોનાં મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 1,84,657 થઈ ગઈ છે.