દેશમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને પ્રથમ રસી આપવામાં આવી હતી. આ પછી, 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામા આવી. હવે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસી આપવાની મંજૂરી આપી હતી. જો કે આ અંગે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે.
Vaccination / રસી લીધા પહેલા અને એક ડોઝ લીધા બાદ કોરોના થાય તો આટલુ કરી શકાય
પત્રમાં સોનિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા 18 થી 45 વર્ષની વયનાં લોકોને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ નિઃશુલ્ક રસી આપવાની જવાબદારીથી તેઓ બચી રહ્યા છે. વળી સીરમ ઇન્સ્ટીટ્યૂટે હોસ્પિટલો અને રાજ્યો માટે રસીનાં ભાવ અલગ-અલગ રાખ્યા છે, જેના પર સોનિયાએ પૂછ્યું હતું કે એક જ રસીનાં ભાવ બે સ્થળો માટે કેવી રીતે અલગ હોઈ શકે છે. સંકટની આ ઘડીમાં સરકાર નફો કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે રસીનાં ભાવ સંબંધિત નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ સમાન કિંમતે સંમત થાય છે.
Congress chief writes to PM over new #COVID19 vaccination policy for inoculation of people b/w 18-45 yrs of age
Letter reads "Policy implies GoI has abdicated responsibility to provide free vaccination for these citizens…Urge you to intervene & reverse ill-considered decision" pic.twitter.com/5jMypGgTmh
— ANI (@ANI) April 22, 2021
કોરોના ઈફેક્ટ / હીથ્રો એરપોર્ટનો મોટો નિર્ણય- ભારતથી વધારાની ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો ઇનકાર
આ ઉપરાંત, 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રસી આપવી જોઈએ. કેન્દ્ર સરકારે આ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. સીરમ ઇન્સ્ટીટ્યૂટનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં રસી આપવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે એક ડોઝ માટે 400 રૂપિયા ચૂકવવા પડશે. વળી ખાનગી હોસ્પિટલો માટે આ કિંમત 600 રૂપિયા રાખવામાં આવી છે. સોનિયા સિવાય અન્ય ઘણા પક્ષોનાં નેતાઓએ પણ ભાવ અલગ-અલગ હોવા અંગે સવાલો ઉભા કર્યા છે.

