Ahmedabad News/ અમદાવાદમાં નારોલ ફાયરિંગની ઘટનાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલાયો

અમદાવાદ (Ahmedabad)નાં નારોલ વિસ્તારમાં શુક્રવાર રાત્રે ચાર વ્યક્તિએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ફાયરિંગની ઘટનાથી લોકોમાં ડર ફેલાયો હતો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)નાં નારોલ (Narol)માં ફાયરિંગ (Firing)ની ઘટનાનાં ઝોન-6 LCB ની ટીમે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે. PSI મનીષ બ્રહ્મભટ્ટની સમય સૂચકતાના કારણે 4માંથી 2 આરોપીની LCBએ ધરપકડ કરી છે.

અમદાવાદ (Ahmedabad)નાં નારોલ વિસ્તારમાં શુક્રવાર રાત્રે ચાર વ્યક્તિએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ફાયરિંગની ઘટનાથી લોકોમાં ડર ફેલાયો હતો. ઘટનાને પગલે ઝોન-6 LCB પોલીસે ટીમ બનાવી આરોપીઓની શોધખોળ આદરી હતી. PSI મનીષ બ્રહ્મભટ્ટની સમય સૂચકતાને કારણે ફાયરિંગ કરનાર ચારઆરોપીમાંથી બે આરોપીને LCB ટીમે ઝડપી લીધા છે. આરોપી અક્રમ ઉર્ફે શેરુ અને સોહિલની ઝોન-6 પોલીસે ધરપકડ કરી એક પિસ્તોલ અને એક દેશી તમંચો જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાઇક હટાવવાની નજીવી બાબતે આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી શુક્રવારે રાત્રે ચાર આરોપીઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને આરોપી નારોલના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરતી વખતે ચાર નાના કારતૂસ અને ત્રણ મોટા કારતૂસ રિકવર કર્યા હતા. ફાયરિંગ કરનાર અન્ય 2 આરોપીને પકડવા પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી

આ પણ વાંચો:પાલનપુરની પોલીટેકનિક કોલેજ નજીક ફાયરિંગને પગલે ચકચાર

આ પણ વાંચો:આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર