Not Set/ ‘બગાસું ખાતા મોમાં પતાસું પડ્યું’ માછીમારની જાળમાં ફસાઈ કરોડોની માછલી

અમરેલી, ‘બગાસું ખાતા મોમાં પતાસું પડ્યું’ તેવો ઘાટ સર્જાયો છે. અમરેલીનાં જાફરાબાદમાં એક માછીમારને માછલીની લોટરી લાગી. માછીમારી દરમ્યાન 800 ઘોલ માછલી મળી આવી. જેની બજાર કિમત ત્રણ કરોડ જેટલી છે. રામપ્રસાદ નામની બોટમાં માછીમાર માછીમારી કરતા હતા તે દરમ્યાન માછલીઓ મળી આવી હતી. માછલીઓ મળતા જ માછીમાર કરોડપતિ બની ગયા હતા. કરોડપતિ બનતા માછીમાર […]

Top Stories Gujarat Others

અમરેલી,

‘બગાસું ખાતા મોમાં પતાસું પડ્યું’ તેવો ઘાટ સર્જાયો છે. અમરેલીનાં જાફરાબાદમાં એક માછીમારને માછલીની લોટરી લાગી. માછીમારી દરમ્યાન 800 ઘોલ માછલી મળી આવી. જેની બજાર કિમત ત્રણ કરોડ જેટલી છે.

રામપ્રસાદ નામની બોટમાં માછીમાર માછીમારી કરતા હતા તે દરમ્યાન માછલીઓ મળી આવી હતી. માછલીઓ મળતા જ માછીમાર કરોડપતિ બની ગયા હતા. કરોડપતિ બનતા માછીમાર પરિવાર ચોટીલા મા ચામુંડાના દર્શનાર્થે નીકડી પડ્યો હતો.

માછીમારે તો પોતાના વ્યવસાય અનુસાર, માછલીઓ લઈ બોટમાં લેવાનું નક્કી કર્યું. પરંતુ, તેણે જેવી જાળ પાણીમાંથી બહાર કાઢીને જોયું તો, તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કારણ કે તેની જાળમાં કિંમતી ભાવ મળતી ઘોલ માછલી ફસાઈ હતી. તેણે એક પછી એક જાળમાં ફસાયેલી માછલીને ભેગી કરી, બોટમાં મુકી.

તેની ગણતરી અનુસાર, તેની જાળમાં કુલ 800 ઘોલ માછલી ફસાઈ હતી. 800 ઘોલ માછલીની જો કિંમત આંકવામાં આવે તો અંદાજીત 1.50 કરોડ રૂપિયા થાય છે. એટલે કે આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો.