Amreli News: દિવાળીથી અમરેલી (Amreli) જિલ્લામાં ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 5.16 કલાકે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવ્યો હોવાનું બહાર આવ્યું છે. ધારી ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા
એક તરફ સમગ્ર રાજ્યમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે. દરમિયાન અમરેલી જિલ્લામાં મેદાન ધ્રૂજી રહ્યું છે. મળતી માહિતી મુજબ ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો.
અમરેલી જિલ્લામાં સાંજે 5.16 કલાકે ભૂકંપ આવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભૂકંપના આંચકા અનુભવાતા ધારીગીર પંથકના ગામડાઓ તરફ લોકો દોડી આવ્યા હતા અને ઘરોમાંથી બહાર આવી ગયા હતા. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સાવરકુંડલાના મિતિયાળા, ધજડી, સાકરપાડા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો છે. સારી વાત એ છે કે ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ધરતી હચમચી, કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ધરતી હચમચી, કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ
