Banasakantha News : બનાસકાંઠાના પાલનપુર લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ ના હોવાથી ગામના લોકો ટ્રેનના પાટા પરથી ચાલવા મજબૂર બન્યા છે. ગામના બાળકો જીવના જોખમે પાટા પરથી ચાલીને શાળાએ જતા હોય છે. તંત્રને અવારનવાર રજૂઆત છતાં તંત્રની ગોરખનીતિ સામે આવી છે.
બનાસકાંઠાના પાલનપુર લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ કે અંડર પાસ બનાવવા માટેની માગણી છેલ્લા કેટલાય વર્ષોથી અધરતાલ છે. પરિસ્થિતિ એ છે કે કોઈનું મૃત્યુ થાય તો સ્મશાન ઘર જવા માટે 5 થી 7 કિલોમીટર ફરીને શહેરમાંથી થઈને બાજુમાં આવેલા સ્મશાનમાં જવું પડે છે. જ્યારે બાળકોને સ્કૂલ જવામાં પણ વ્યાપક મુશ્કેલીઓ પડી રહી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ પાછલા 3 વર્ષથી ફાટક બંધ થવાથી મુશ્કેલી અનુભવી રહ્યું છે. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેના રેલ્વે ફાટક નંબર 159 જે ડી એફ સી સી રોડના કારણે બંધ છે, સરકાર દ્વારા હજીસુધી કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેનાં લીધે ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે, કોઈનું મોત થાય તો સ્મશાન જવા માટે રસ્તો નથી આખું શહેર ફરીને જવું પડે છે. પાલનપુરનું લક્ષ્મીપુરા ગામ આમ તો છે પાલનપુરમાં જ પરંતુ ગ્રામ પંચાયત લાગે છે 20 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.

લક્ષ્મીપુરા સ્થાનિક વેલાભાઈ પટેલ અને હીરાભાઈ પટેલે જણાવ્યું કે, માનવ રહિત ફાટક માટે ફાટક તો બંધ કરાવી પરંતુ છેલ્લા 3 વર્ષથી ઓવર બ્રિજ અથવા અંડર પાસનું કામ થાય છે, પશુપાલકો વેપારીઓ અને ગ્રામજનોને ખૂબ જ મોટી મુશ્કેલી પડે છે કારણ કે પાલનપુર શહેરમાં જવું હોય તો પાંચથી સાત કિલોમીટરનું અંતર કાપીને જવું પડે ત્યારે ગ્રામજનોની માગણી છે કે વહેલી તકે ઓવરબ્રિજ બનાવાય અથવા અંડર પાસ બનાવાય અથવા તો ફાટકને ખોલી નખાય તો ગ્રામજનોની મુશ્કેલીનો પ્રશ્નનો નિકાલ થાય તે જરૂરી જણાય છે.
શાળાના વિદ્યાર્થી જીરલ કનેકચિયા અને ઝીલ જગાનીયાએ કહ્યું કે, સૌથી મોટી મુશ્કેલી લક્ષ્મીપુરાના બાળકો અને વિદ્યાર્થીઓની છે પશુપાલકોને ખેડૂતો તો રેલવે ક્રોસ કરીને જાય જ છે પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ રેલવેના પાટા ક્રોસ કરી જવા મજબૂર છે જોકે જીવના જોખમ વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો અને સતત મોતનો ડર લાગી રહ્યો છે તેમની માગણી છે કે એમ કેમ પ્રકારે આ રસ્તો ચાલુ થવો જોઈએ.

બનાસકાંઠાના કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, બીજી તરફ વહીવટી તંત્ર નું કહેવું છે કે પાછલા કેટલાય વર્ષોથી લક્ષ્મીપુરા ફાટક પર બ્રિજ મંજૂર થઈ ગયેલો છે. સંપાદનના મુદ્દે કામગીરી અટકી હતી. હાલમાં સંપાદનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને વળતરની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સંપાદનની પ્રક્રિયા પૂરી નથી થઈ ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાનું કામ થનાર છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી 3 વર્ષ બાદ પણ સર્વે નું કામ પૂરું કરી શકી નથી. આ મામલે આગળ તપાસ કરાશે.
આ પણ વાંચો: વંદે ભારતને લીલી ઝંડી આપતા બન્યો બનાવ, ભીડ બેકાબુ થતા ઇટાવાના BJP MLA ટ્રેનના પાટા પર પડ્યા
આ પણ વાંચો: પાણીથી ભરેલા ટ્રેનના પાટા પર માછલીઓ તરતી જોવા મળી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો: ટ્રેનના પાટા અને પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવા અંગે રેલવેએ બનાવ્યો આ નવો નિયમ
