Election/ સિદ્ધપુર તાલુકામાં એક સાથે 3 ગામોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થી ગઈ છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોત પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ટિકિટ ફાળવવાની કવાયત હાથ ધરી રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણી ટાણે આપેલા

Gujarat Others
WhatsApp Image 2021 02 01 at 6.24.04 PM સિદ્ધપુર તાલુકામાં એક સાથે 3 ગામોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર...

સિદ્ધપુર તાલુકાના મેળોજ, આંકવી અને કોટ ગામે ચૂંટણીનો બહિષ્કાર
સ્થા.સ્વ.ની ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો
વિકાસના કામોથી ગામ વંચિત રહેતા કર્યો બહિષ્કાર
ખેડૂતોને પાણીની સમસ્યા..બોરના તળ નીચે જવાથી ખેતીની સમસ્યા
માંગણી નહિ સંતોષાય ચૂંટણીનો બહિષ્કાર કરી આગામી સમયમાં ભૂખ હડતાલની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થી ગઈ છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોત પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ટિકિટ ફાળવવાની કવાયત હાથ ધરી રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણી ટાણે આપેલા વાયદાઓ પુરા ના કર્યા હોવાનો ગ્રામજનો આક્રોશ ઠાલવી રહયા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની મેળોજ સીટના 3 ગામોએ એક સાથે કર્યો છે ચૂંટણીનો બહિષ્કાર. મેળોજ 3600 તેમજ આંકવી 1476 અને કોટ ગામના 1050 મતદાર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

WhatsApp Image 2021 02 01 at 6.24.06 PM સિદ્ધપુર તાલુકામાં એક સાથે 3 ગામોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર...

આ ત્રણેય ગામોના તળાવમાં પાણીની સમસ્યા પાઇપ લાઇન દ્વારા ત્રણેય ગામોના તળાવો ભરવા તેમજ મેળોજ થી સિદ્ધપુર જતા રસ્તા ઉપર ગંજબજાર તેમજ હાઈવે ઉપર જવા માટે રસ્તા ઉપર રોડની હાલત ખૂબજ ખરાબની મોટી સમસ્યા છે ત્યારે આગામી ચૂંટણી સમયમાં સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો બહિષ્કાર કરશે તેમજ મામલતદાર, પ્રાંતને આવેદન આપીશું જો આવેદન આપ્યા પછી જો સમસ્યા નું સમાધાન નહીં થાય તો ત્રણેય ગામના લોકો તેમના સરપંચ સાથે ભૂખ હડતાલ ઉપર ઉતરીશુ અને સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સીએમ ને પણ મુલાકાત કરી આવેદન આપવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…