Union Budget/ રાષ્ટ્રવાદનું ભાષણ આપનાર BJP દેશને વેચવાનું કરી રહી છે કામ: મમતા બેનર્જી

કોરોના સંકટની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. હવે રાજકીય પક્ષો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

Union budget 2024
a 31 રાષ્ટ્રવાદનું ભાષણ આપનાર BJP દેશને વેચવાનું કરી રહી છે કામ: મમતા બેનર્જી

કોરોના સંકટની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. હવે રાજકીય પક્ષો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ કડીમાં, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (CM મમતા બેનર્જી) એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કેન્દ્રિય બજેટને લોકવિરોધી ગણાવ્યા હતા, અને આક્ષેપ કર્યો હતો કે આ જનતાને છેતરતુ બજેટ છે અને રાષ્ટ્રવાદ વિશે વાત કરનારી ભાજપા દેશનાં સંસાધનોને ખાનગી ક્ષેત્રનાં લોકોને વેચી રહી છે.

બજેટ જનતાને છેતરતું

નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગને પુનરાવર્તિત કરતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનું ડૂબતું દેવું માફ કરી રહી છે ત્યારે કૃષિ કાયદાને પાછુ ખેંચવામાં કેમ સંકોચ કરે છે? ઉત્તર બંગ ઉત્સવનાં ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા બેનર્જીએ કહ્યું હતું કે, “તેઓ (ભાજપ) રાષ્ટ્રવાદ વિશે અન્ય લોકોને ભાષણો આપે છે, પરંતુ હકીકતમાં તેઓ દેશને વેચી રહ્યા છે.” તેઓ પીએસયુ, વીમા, રેલ્વે અને બંદરોથી લઇને બધુ જ વેચી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ બજેટ જાહેર જનતાને છેતરતુ છે. આ ખેડૂત વિરોધી, જનતા વિરોધી અને રાષ્ટ્ર વિરોધી બજેટ છે.

કેન્દ્ર સરકાર પર કર્યા શાંબ્દિક હુમલો

તૃણમૂલ કોંગ્રેસનાં કેટલાક નેતાઓને દિલ્હીમાં ભાજપમાં જોડાવા આમંત્રણ આપવા ભાજપ દ્વારા ચાર્ટર્ડ એરક્રાફ્ટની ગોઠવણનો ઉલ્લેખ કરતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે પ્રવાસી કામદારોની મુસાફરી માટે પૈસા નથી પણ ચાર્ટર્ડ વિમાનોમાં ભ્રષ્ટ નેતાઓને બોલાવવા પૈસા છે.

આપને જણાવી દઇએ કે, કોરોના સંકટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ ત્રીજી વખત છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારાણે દેશ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ બીજી મહિલા નાણાં પ્રધાન છે જેમણે દેશનું બજેટ રજૂ કર્યું છે. અગાઉ, ઇન્દિરા ગાંધીએ વર્ષ 1970-71માં બજેટ રજૂ કર્યું હતું. વળી દેશનાં બજેટનાં 74 વર્ષનાં ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે બજેટ ‘પેપરલેસ’ રજૂ કરવામાં આવુ છે. આજે નાણાં પ્રધાને મેડ-ઇન-ઇન્ડિયા ટેબથી બજેટ રજૂ કર્યું છે. આ બજેટની સોફ્ટ કોપી ઓનલાઇન મળશે.

Union Budget / ફક્ત 1 મીનિટમાં જાણો બજેટ 2021-22નાં તમામ મુદ્દા

Union Budget / સરકાર લોકોને હાથોમાં પૈસા આપવાની ભૂલી : રાહુલ ગાંધી

Union Budget / મોદી સરકારના બજેટ પર શશી થરૂરનો તંજ,  તમે પણ ટ્વીટ વાંચીને હસશો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો