Not Set/ પોલીસ અધિકારીઓને ઓફિસમાં રહેવા આદેશ, પીઆઈની હાજરીમાં ફરિયાદીની ફરિયાદ લેવા આદેશ

સુરત, સુરત શહેરમાં પોલીસ અધિકારીઓએ ફરિયાદી અને અરજદાર પાર પૂરતું ધ્યાન આપી કામગીરી કરવાના આદેશ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ આપ્યા છે. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા. સુરત પોલીસના ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓએ બપોરે અને સાંજના સમયે અરજદારોને સાંભળવા માટે ઓફિસમાં હાજર રહેવાનું ફરમાન કમિશનરે કર્યું છે. જેના લીધે અરજદારોને કોઈ ઓણ […]

Gujarat Surat Trending
mantavya 56 પોલીસ અધિકારીઓને ઓફિસમાં રહેવા આદેશ, પીઆઈની હાજરીમાં ફરિયાદીની ફરિયાદ લેવા આદેશ

સુરત,

સુરત શહેરમાં પોલીસ અધિકારીઓએ ફરિયાદી અને અરજદાર પાર પૂરતું ધ્યાન આપી કામગીરી કરવાના આદેશ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ આપ્યા છે. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા.

સુરત પોલીસના ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓએ બપોરે અને સાંજના સમયે અરજદારોને સાંભળવા માટે ઓફિસમાં હાજર રહેવાનું ફરમાન કમિશનરે કર્યું છે.

જેના લીધે અરજદારોને કોઈ ઓણ પ્રકાર તકલીફોનો સામનો નહીં કરવો પડે એવી તકેદારી પોલીસ કમિશનરે કરી છે. બીજી તરફ પોલીસ મથકોમાં ફરિયાદ લખવા આવતા ફરિયાદીઓને જે તે પોલીસ મથકના પીઆઇ કે પીએસઓ હજારના હોય તો ભારે તકલીફ નો સામનો કરવો પડે છે આથી કોઈ પણ ફરિયાદમાં પીએસ ઓ કે પીઆઇની હાજરી જ લેવાનું સૂચન કર્યું છે ગંભીર ફરિયાદમાં પીઆઇએ પોતે હાજર રહીને ફરિયાદ દાખલ કરવી પડશે.