Not Set/ નિકોલ-ઓઢવ રોડ પર હિટ એન્ડ રનનો મામલો,પાંચ-પાંચ દિવસ વિતવા છતાં આરોપી પોલીસ પક્ડની બહાર

અમદાવાદમાં 16 જૂને નિકોલ અને ઓઢવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. સ્વીફ્ટ કાર ચાલકે બેફામ રીતે ગાડી હંકારતા બાઈક ઉપર જઈ રહેલા દંપતી અને તેમના ચાર વર્ષના બાળકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અક્સમાતમાં પતિ અને બાળકને આબાદ બચાવ થયો હતો. જ્યારે તેમની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતને […]

Top Stories Ahmedabad Trending
ahmedabad નિકોલ-ઓઢવ રોડ પર હિટ એન્ડ રનનો મામલો,પાંચ-પાંચ દિવસ વિતવા છતાં આરોપી પોલીસ પક્ડની બહાર

અમદાવાદમાં 16 જૂને નિકોલ અને ઓઢવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. સ્વીફ્ટ કાર ચાલકે બેફામ રીતે ગાડી હંકારતા બાઈક ઉપર જઈ રહેલા દંપતી અને તેમના ચાર વર્ષના બાળકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અક્સમાતમાં પતિ અને બાળકને આબાદ બચાવ થયો હતો. જ્યારે તેમની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પાંચ પાંચ દિવસ વિતવા છતાં હજુ સુધી આરોપી પોલીસની પક્કડમાં આવ્યો નથી.

માનવ જિંદગી કરતાં તેમનો શોખ વધારે મહત્વ.

અમદાવાદનાં રસ્તા ઉપર તેજ રફતારથી ગાડી હંકારતા નબીરાઓને જાણે કે કોઈની પડી નથી અને તેમને મન માનવ જિંદગી કરતાં તેમનો શોખ વધારે મહત્વનો હોય છે. આવા જ શોખ ધરાવતો એક નબીરો પોતાની સ્વીફ્ટ ગાડી લઈને તેજ રફતારથી જઈ રહ્યો હતો. આ દરમિયાન મયુરભાઈ તેમની પત્ની અને પુત્ર નવ્યને લઈને 16 જૂને નિકોલ અને ઓઢવ રોડ પર જઈ રહ્યાં હતાં. તેઓ નવ્યને બરફનો ગોળો ખવડાવીને ઘર તરફ પાછાફરી રહ્યાં હતાં. બાઈક ઉપર જઈ રહેલા આ નાનકડા ખુશહાલ પરિવારને સ્પીડમાં જઈ રહેલી કારે અડફેટમાં લીધા હતાં.

નંબર પ્લેટ વગરની યમરાજ બનીને આ કાર

બાઈક અને કારની અડફેટમાં બાઈક 15 ફૂટ જેટલી દૂર ઘસડાઈને પડી હતી. તેથી બાઈક ઉપર બેઠેલો પરિવાર પણ તેની સાથે ઘસડાયો હતો. નંબર પ્લેટ વગરની યમરાજ બનીને આ કાર આવી હતી. આ કાર અકસ્માતમાં મયુરભાઈની પત્ની અને નવ્યના માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આરોપીનો કોઈ અતો પતો નથી

આ ઘટનાને પાંચ પાંચ દિવસ વિતવા દિવસ વિતવા છતાં પણ આરોપીનો કોઈ અતો પતો નથી. તેના કારણે પરિવારજનોમાં ઓઢવ પોલીસની કામગીરીને લઈને આક્રોશ છે.

ટક્કર એટલી ભયાનક હોય છે કે આજુબાજુ માં ઉભેલા લોકો કે જેમણે સમગ્ર દ્રશ્યો નજરોથી જોયા હતા તેઓ ગભરાય જાય છે અને જોર જોરથી મદદની બુમો પાડીને ઈજાગ્રસ્ત બનેલા નાનકડા પરિવારને હોસ્પિટલ સુધી પહોચાડવા માટેની કામગીરી શરુ કરે છે. પરંતુ અંકિતા બહેનને વધારે વાગ્યું હોવાથી તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે તે દરમિયાન તેમનું મોત નીપજે છે.

સફેદ કાર આખરે કોની છે?

હવે સવાલ સીસીટીવી ફૂટેજમાં દેખાતી સફેદ કાર આખરે કોની છે અને તે અત્યારે ક્યાં છે? અને આ બધાની વચ્ચે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? અને આખરે કયારે મૃતકના પરિવારજનોને ન્યાય મળશે અને ક્યારે આરોપી પોલીસ પકડમાં આવશે આ બધા સવાલોને લઈને પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.