મુંબઈ,
બોલીવૂડના સૌથી મોટા એવોર્ડ શો કહેવાતા આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી(IIFA 2018) એવોર્ડ્સ થોડા સમયમાં શરુ થવાના છે. એ પહેલા એવોર્ડ ફંક્શનમાં પરફોર્મન્સ કરવા વાળા એકટર્સ ખુબ તૈયારી કરી રહ્યા છે. આ વખતે આઈફા એવોર્ડ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં થવાના છે. આઈફામાં બોલીવૂડની અભિનેત્રી કૃતિ સેનન પણ સ્ટેજ પરફોર્મન્સ આપવાની છે. આ પહેલા તેણે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એક વીડિઓ શેર કર્યો હતો. જેમાં ફિલ્મ રાબ્તાના ગીત તું મેરા બોયફ્રેન્ડ પર ડાન્સ કરતી નજરે ચડે છે. કૃતિએ આ વીડિઓ શેર કરતા લખ્યું કે આઈફા 2018 રીહર્સલ.
આઈફાના સ્ટેજ પર બોલીવૂડની સદાબહાર અભિનેત્રી રેખા પણ ડાન્સ કરશે. તેઓ 20 વર્ષ બાદ સ્ટેજ પરફોર્મન્સ કરતા દેખાશે. આ આઈફા એવોર્ડના ભવ્ય આયોજન માટે આયોજકોએ 2000 સીટો વાળા સિયામ નિર્મિત થીયેટરની પસંદગી કરી છે. જણાવી દઈએ કે આઈફા સમારોહ 24 જુન સુધી ચાલશે. આઈફાની રેડ કાર્પેટ પર રણબીર કપૂર, શહીદ કપૂર, અર્જુન કપૂર, કૃતિ સેનન, બોબી દેઓલ અને નુશરત ભરૂચા જેવા ફિલ્મી સિતારાઓ નજરે ચડશે , પરંતુ સ્ટેજ પર રેખાનું પરફોર્મન્સ નિશ્ચિત રૂપથી આકર્ષણનું કેન્દ્ર હશે. રીતેશ દેશમુખ અને કરણ જોહર આ એવોર્ડ શો હોસ્ટ કરશે.
આઈફામાં બોબી દેઓલ પણ પોતાના પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરતા દેખાશે. બોબીએ આ વિશે કહ્યું કે હું આઈફાનો હિસ્સો બનવા બદલ રોમાંચિત છું. મારા માટે આઈફામાં સાત વર્ષ બાદ પરફોર્મ કરવું એ કઈક એવું છે જેની હું રાહ જોતો હતો. મારી પહેલાની ફિલ્મો અને રેસ-3 ના ગીતો પર પરફોર્મ કરીશ.