cinema halls/ ફિલ્મ રસિકો માટે ખુશીના સમાચાર, 100 ટકા કેપેસિટી સાથે ખુલશે સિનેમા હોલ, કેન્દ્રીય સુચના-પ્રસારણ મંત્રી જાવડેકરની જાહેરાત

કોરોના સંક્રમણના 11 મહિના જેટલા સમયગાળા બાદ દેશભરમાં 100 ટકા ક્ષમતાવાળા થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માહિતી અને પ્રસારણ

Top Stories Trending Entertainment
1

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ:
1 ફેબ્રુઆરીથી 100 ટકા કેપેસીટી સાથે ખુલશે સિનેમા હોલ
કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
અગાઉ 50 ટકાની ક્ષમતા સુધી હતી મંજૂરી
ઓનલાઇન બુકિંગને અપાશે પ્રોત્સાહન
બંને શો વચ્ચે થોડા સમયનું અંતર રખાશે
જેથી વધુ ભીડ સિનેમા હોલમાં ના ઉમટે
કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન
કેન્દ્રીય સુચના-પ્રસારણ મંત્રી જાવડેકરની જાહેરાત

ફિલ્મ રસિકો  માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ફેબ્રુઆરીથી 100 ટકા કેપેસીટી સાથે દેશભરના સિનેમાઘરોમાં ખુલવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અગાઉ 50% ની ક્ષમતા સુધી મંજૂરી હતી .હવે ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે અને બંને શો વચ્ચે થોડા સમયનું અંતર રાખવામાં જેથી સિનેમાઘરમાં વધારે ભીડ ઉમટે નહિ અને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા  કોરોના સંક્રમણના 11 મહિના જેટલા સમયગાળા બાદ દેશભરમાં 100 ટકા ક્ષમતાવાળા થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમા હોલ અને થિયેટરો માટે એસઓપીનો નવો સેટ પણ બહાર પાડ્યો છે. નવા એસઓપી મુજબ, 1 ફેબ્રુઆરીથી, દેશભરમાં 100 ટકા ક્ષમતાવાળા સિનેમાઘરો ખોલવામાં આવશે.

Despite making around 2,000 movies a year, India's film industry just doesn't make enough money — Quartz India

Delhi Violence / લાલ કિલ્લા હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુની થશે ધરપકડ, દિલ્હી પોલીસ પંજાબ રવાના

પરંતુ હજુ પણ બધાએ જોશની સાથે હોશ જાળવી રાખવા પડશે.નોંધપાત્ર વાત એ છે કે માર્ચમાં દેશમાં કોરોના રોગચાળાની શરૂઆત સાથે સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટિપ્લેક્સ બંધ થઈ ગયા હતા. હવે, સ્ટાન્ડર્ડ રેટિંગ કાર્યવાહી (એસઓપી) ને પગલે થિયેટરો, સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સમાં બેસવાની ક્ષમતાને વર્તમાન 50 ટકાથી વધારીને 100 ટકા કરવાની છૂટ છે.

J&K govt to screen films in each district in Kashmir | India News – India TV

PM Modi / PM મોદીનો આજે ‘મન કી બાત રેડિયો’ વાર્તાલાપ,કૃષિ કાયદા સહિતના મુદ્દાઓ પર વાતચીત 

આ માટે મંત્રાલય દ્વારા કેટલીક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. જે નીચે મુજબ છે: 

1. ઓડિટોરિયમ, સામાન્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત રહેશે.

2. થિયેટરોમાં પ્રવેશતા લોકોના માસ્ક ફરજિયાત છે.. લોકોએ સિનેમાહોલના સામાન્ય વિસ્તાર, પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ સેનિટાઇઝર રાખવું ફરજિયાત છે.

4. થૂંકવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવશે.

5.થિયેટરોમાં આવતા લોકોને મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન રાખવી ફરજિયાત રહેશે.

China Orders Propaganda Videos at Movie Screenings | Time

Vaccine / રાજ્યમાં કોવિડ-19 ની રસી સાથે પોલિયોની રસીની કામગીરીનો કરાશે પ્રારંભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…