Not Set/ બાબા ભોલેના ભક્તોની રક્ષા માટે NSG કમાન્ડો શ્રધાળુઓનું મહાકવચ અને આંતકીઓનો મહાકાળ બનશે

અમરનાથ યાત્રાની રક્ષા માટે ગૃહમંત્રાલયે બે ડર્ઝનથી વધારે NSG કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલીવાર છે કે બાબા ભોલેના ભક્તો માટે NSG કમાન્ડો તૈનાત કરવામાં આવશે. અમરનાથની યાત્રા હવે થોડાક જ સમયની અંદર શરુ થવાની છે. ઘાટીમાં સતત સીઝફાયર કરી રહેલા આંતકીઓને જોતા સરકારે અમરનાથના યાત્રીઓની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે.. […]

Top Stories India Trending
ahmedabadschool 1 બાબા ભોલેના ભક્તોની રક્ષા માટે NSG કમાન્ડો શ્રધાળુઓનું મહાકવચ અને આંતકીઓનો મહાકાળ બનશે

અમરનાથ યાત્રાની રક્ષા માટે ગૃહમંત્રાલયે બે ડર્ઝનથી વધારે NSG કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલીવાર છે કે બાબા ભોલેના ભક્તો માટે NSG કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

અમરનાથની યાત્રા હવે થોડાક જ સમયની અંદર શરુ થવાની છે. ઘાટીમાં સતત સીઝફાયર કરી રહેલા આંતકીઓને જોતા સરકારે અમરનાથના યાત્રીઓની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે.. હિન્દુસ્તાનના સૌથી મોટો યોદ્ધાઓ એટલે બ્લેક કેટ કમાન્ડો હવે બાબા ભોલેના ભક્તોની રક્ષાની જિમ્મેદારી સંભાળશે.

જમ્મુ-કાશ્મીરની અત્યારની પરિસ્થિતિ અને અમરનાથ યાત્રાને લઇને રાજ્યપાલ એનએન વોહરાએ  બેઠક બોલાવી હતી. 28 જૂનથી અમરનાથ યાત્રા શરુ થવાની છે. ખુફિયા રિપોર્ટ મુજબ અમરનાથ યાત્રાને દરમિયાન યાત્રીઓ અને સુરક્ષાદળો કેમ્પો પર વિદેશી આતંકીઓ મોટા પ્રમાણમાં કાવતરાઓ ઘડી રહ્યા છે.

એક અધિકારીએ કહ્યું કે એનએસજી કમાન્ડો આતંક વિરોધી અભિયાન માટે અત્યાધુનિક હથિયારો અને સાધનોથી લેસ હોય છે. કેટલાંય લોકોનું માનવું છે કે આ કમાન્ડોને માત્ર 26/11 કે પછી પઠાનકોટ હુમલા જેવી સ્થિતિ માટે રાખવા જોઇએ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પડકારવા માટે ઉપયોગ કરવો જોઇએ.

જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોએ કહ્યું કે એનએસજીના કેટલાંક યુનિટ્સને શ્રીનગરના બીએસએફ કેમ્પમાં રાખી શકાય છે. એનએસજીના ડીજી સુદીપ લખટકિયા કમાન્ડોની તૈનાતીના મામલામાં વાતચીત માટે ટૂંક સમયમાં જ શ્રીનગરની મુસાફરી કરશે.