A film/ પ્રેમના ચક્કરમાં ફસાઈ વિદ્યા બાલન, પતિથી પ્રેમ પણ પસંદ બીજો

વિદ્યા બાલનની રોમેન્ટીક ફિલ્મ દો ઔર દો પ્યાર નું ટીઝર રિલીઝ

Trending Entertainment

 

Gujarat News : વિદ્યા બાલનની રોમેન્ટિક ફિલમ દો ઔર દો પ્યારનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની સ્ટોરી મજેદાર છે. જેમાં વિદ્યા બાલન પ્રેમમાં મુઝવણમાં મુકાઈ ગઈ છે. એપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે પ્રતિક ગાંધી, ઈલીયાના ડીક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ જેવા ટોચના કલાકારો ભુમિકા ભજવી રહ્યા છે.

વર્ષો સુધી ઓટીટી પર ધમાલ મચાવનારી વિદ્યા બાલન મોટા પડદા પર ફરીથી પદ્દાર્પણ કરરવા તૈયાર છે. તેની રોમેન્ટિક ફિલ્મ દો ઔર દો પ્યારનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એવોર્ડ વિનીંગ એડ ફિલ્મમેકર શીર્ષા ગુહા છાકુરતાએ આ ફિલ્મ બનાવી છે. ફિલ્મના ટીઝરમાં તમે ચારેય કલાકારોને રોમેન્ટિક અંદાજમાં જોઈ શકશો. સેંથિલ અને વિદ્યા કપલ છે અને ઈલિયાના તથા પ્રતિક સાથે છે. બન્ને કપલ્સની કહાની જુદી છે. તેમની પ્રેમકહાની વ્યવ્સથિત જ ચાલે છે. પરંતુ ગરબડ ત્યારે થાય છે જ્યારે વિદ્યા અને પ્રતિક એક બીજાને એક બેડમાં સાથે જોવા મળે છે. બાદમાં શું થાય છે તે જોવા જેવી વાત છે.

ફિલ્મનું ટીઝર મજેદાર છે. જેમાં તમે વિદ્યા અને સેંથિલની સારી કેમેસ્ટ્રી જોઈ શકશો. બીજીતરફ વિદ્યા સાથે પ્રતિકની કેમેસ્ટ્રીની ઝલક પણ તમને જોવા મળશે. ઈલીયાના ફિલ્મમાં એક એક્ટ્રેસની ભૂમિકા ભજવી રહી છે. પ્રતિકને સીધો સાદો શખ્સ બતાવ્યો છે. આ તમામને પ્રેમમાં સરપ્રાઈઝ મળવા સાથે સાથે કન્ફ્યુઝન પણ થાય છે.  જોવાનું એ છે કે ચારેય અંતે કેવી રીતે પોતાના મુશ્કેલીમાં મુકાયેલા સંબંધો અને જીંદગી સુધારે છે.

ફિલ્મનું ટીઝર રોમાન્સ સાથે બાવનાઓ, જોરદાર ડાયલોગથી ભરેલું છે. એપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા પ્રસ્તુત એલિપ્સિસ અનેટરટેઈન્મેન્ટ પ્રોડક્શન હેઠલ બનેલી ફિલ્મ દો ઔર દો પ્યાર 19 એપ્રિલ 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

વિદ્યા બાલનની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી તેને ઓટીટી ઉપર એકથી એક ચઢિયાતા પ્રોજક્ટ કરતા જોવામાં આવી છે. તેને શેરની, જલસા, નટખટ અને શકુંતલા દેવી જેવી ફિલ્મોમાં જોરદાર કામ કર્યું હતું. છેલ્લે તેને મર્ડર મિસ્ટ્રી ફિલ્મ નિયતમાં જોવામાં આવી હતી. બોક્સ ઓફ્સ પર આ ફિલ્મ કંઈ કમાલ બતાવી શકી ન હતી. હવે જોવાનું એ છે કે દો ઔર દો પ્યાર કેવી કમાલ બતાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી