Politics/ ગોંડલ નગરપાલિકા “પ્રમુખનો તાજ કોના શિરે”, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે નિર્ણય

ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવી દીધા બાદ પ્રમુખનો ‘તાજ કોના શિરે’ ની મીટિંગ શનિવારે ગાંધીનગર ખાતે મળવાની છે.

Rajkot Gujarat
ગરમી 48 ગોંડલ નગરપાલિકા "પ્રમુખનો તાજ કોના શિરે", ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે નિર્ણય

@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવી દીધા બાદ પ્રમુખનો ‘તાજ કોના શિરે’ ની મીટિંગ શનિવારે ગાંધીનગર ખાતે મળવાની છે.

Covid-19: વિદ્યાર્થીએ વેક્સિનનાં બે ડોઝ લીધા, છતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકામાં ભાજપે 44 એ 44 સીટ કબ્જે કરી ક્લીન સ્વીપ કરી છે. ત્યારે પ્રમુખનો તાજ કોના શિરે ની શહેરભરમાં જોર શોર થી ચર્ચાઓ થઈ રહી છે. શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રાએ જણાવ્યું હતું કે, પ્રમુખ, ઉપ પ્રમુખ હોદ્દા માટે શનિવારે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળવાની છે. સ્થાનિક આગેવાનો દ્વારા પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ તરીકે શીતલબેન સમીરભાઈ કોટડીયા, ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા અને ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણીનાં નામની રજુઆત કરાઈ છે.

Covid-19: જો જો સાચવજો, સુરતની શાળાઓમાં કોરોનાએ મચાવ્યું તાંડવ

તેમજ ઉપ પ્રમુખ માટે પ્રથમ વખત ચૂંટાઈને આવેલા યુવા સદસ્યો સંજયભાઈ ધીણોજા અને ભરતસિંહ જાડેજાનું નામ મોખરે છે. જો કે આખરી નિર્ણય મુખ્યમંત્રીની સમક્ષ લેવામાં આવશે, બાદમાં કારોબારી, બાંધકામ, ટાઉન પ્લાનિંગ અને વોટર વર્કસનાં ચેરમેનની નિયુક્તિ લોકલ લેવલે કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ