કોરોનાનાં કેસોમાં હવે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા રાજ્ય સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. જો કે આ વાયરસથી બચવા માટે વેક્સિન આવી ગઇ છે, પરંતુ તેમ છતા કોરોનાનાં કેસો વધી રહ્યા છે. વળી બીજી તરફ આ વેક્સિન પર ભરોસો કરતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જો કે વેક્સિન પર ભરોસો બતાવવા માટે દેશનાં વડા પ્રધાન મોદીએ આ વેક્સિન લગાવી છે. ઉપરાંત ઘણા દિગ્ગ્જ નેતાઓ આ વેક્સિન લગાવી રહ્યા છે. ત્યારે આ વેક્સિન પર વધુ શંકા જાય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.
એલર્ટ / મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- ‘ડરના જરૂરી હૈ!’
જી હા, કડવી વાત પણ સાચી વાત છે, કે કોરોનાને કાબુમાં મેળવવા માટે લોકોએ તકેદારી અને સરકારનાં નિયમોનું પાલન કરવુ જ પડશે, સાથે પોતાની સલામતી માટે વેક્સિનનાં ડોઝ લેવા પડશે. જો કે આ વચ્ચે જૂનાગઢમાં બનેલા એક કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. અહી એક મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીએ કોરોના વેક્સિનનાં બે ડોઝ લીધા હતા, તેમ છતા તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો માટે વધુ ચિંતાનું વધુ એક કારણ બન્યુ છે. આપને જણાવી દઇએ કે, કોરોના વેક્સિન માટે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા હતા, ત્યારે આ કોરોનાનાં તોડ માટે વેેક્સિન જો કે હવે આવી ગઇ છે. પરંતુ ભારતમાં આજે પણ લોકો આ વેક્સિનને લેવા માટે આના-કાની કરતા જોવા મળી રહ્યા છે.
Covid-19 / બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં હાલમાં કોરોના વેેક્સિનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ વર્કર્સ બાદ વૃદ્ધ કે જેમની ઉંમર 60 કે તેથી વધુ હોય તેવા લોકોને આ વેક્સિનનો ડોઝ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકો વધુને વધુ કોરોનાની વેેક્સિન લગાવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, નેતાઓ અને મુખ્ય ચહેરાઓ આજે કોરોનાની વેેક્સિન લગાવડાવી રહ્યા છે, ત્યારે શંકાને દૂર કરવા સરકાર તરફથી સતત પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ આ વચ્ચે જૂનાગઢનાં એક મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીને કોરોના વેેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગઇ છેે. વાયરસને રોકવા માટે અને તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનનાં બે ડોઝ લગાવ્યા બાદ આ વિદ્યાર્થીનેે કોરોના પોઝિટિવ આવતા તેના સાથી મિત્રો ખૂબ ડરી ગયા છે. ત્યારેે આ કિસ્સા બાદ હવે લોકોમાં ડર ઘર કરી ગયો છે. ત્યારે હવે જે લોકો સરકાર બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા નથી તેમના માટે કોરોનાથી ડરવુ હવે જરૂરી બની ગયુ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
