Rajkot/ રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 122 જગ્યા માટે આવી રેકોર્ડબ્રેક ઓનલાઈન અરજી

રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્કની ખાલી પડેલી 122 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત અત્યાર દિવસ સુધીમાં રેકોર્ડ બ્રેક 30 હજાર ઓનલાઈન અરજીઓ

Gujarat
1

રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્કની ખાલી પડેલી 122 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત અત્યાર દિવસ સુધીમાં રેકોર્ડ બ્રેક 30 હજાર ઓનલાઈન અરજીઓ આવી ગઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ અરજી હજુ આગામી તા.9 ફેબ્રુઆરી સુધી સ્વીકારવાનું ચાલુ રહેશે. ત્યારે આ આંકડો હજુ પણ વધે તેવી સંભાવના છે.

કૃષિ આંદોલન / ખેડૂતો આજે મનાવશે સદભાવના દિવસ, એક દિવસીય ઉપવાસ કરશે

આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ 60 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે 60 હજાર જેટલી અરજીઓ આવી હતી અને તેમાંથી 49 હજાર અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી હતી તેની તુલનાએ હજુ આ ભરતી પ્રક્રિયામાં ઓછી અરજી આવી છે તેમ છતાં હજુ 9 ફેબ્રુઆરી સુધી અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે આથી વધુ અરજીઓ આવે તેવી પુરી સંભાવના છે. આ વખતે પણ આંકડો 50 હજારને પાર કરે તેવી શક્યતા છે.

s jaishankar / ઇઝરાયેલના વિદેશ મંત્રીને જયશંકરે આપી ખાતરી, દોષિતોને બક્ષવામાં નહીં આવે

આ ઉપરાંત અંગે સૂત્રોએ ઉમેર્યું હતું કે જુનિયર કલાર્કની ભરતી ઉપરાંત ફાયરબ્રિગેડ શાખાની ભરતી પ્રક્રિયામાં પણ બહોળી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી જેમાં જુનિયર ફાયરમેનની પોસ્ટ માટેની પ્રેક્ટિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

budget 2021 / લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…