Not Set/ જાણો રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી મામલો શું છે મહત્વના સમાચાર

સહકારી ક્ષેત્રે હાલ ચૂંટણીની મોસમ ફૂલ બહારમાં જોવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લાનાં અતી પ્રતિષ્ઠીત ગણાતા રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધમાં પણ ચૂંટણીનો સળવળાટ જોવામાં આવી રહ્યો છે અને રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીની તારીખો પણ આવી ગઇ છે ત્યારે ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંઘની […]

Gujarat Rajkot
e6b11d9311854ef3953795c5557d3624 જાણો રાજકોટ - લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી મામલો શું છે મહત્વના સમાચાર

સહકારી ક્ષેત્રે હાલ ચૂંટણીની મોસમ ફૂલ બહારમાં જોવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લાનાં અતી પ્રતિષ્ઠીત ગણાતા રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધમાં પણ ચૂંટણીનો સળવળાટ જોવામાં આવી રહ્યો છે અને રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીની તારીખો પણ આવી ગઇ છે ત્યારે ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનાં બે જૂથો સામે સામે હોવાથી ભારે ગરમાવો જોવામાં આવી રહ્યો હતો, તો પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના બન્ને જૂથોએ સમાધાન થઇ ગયુ હોવાની વિગતો સામે આવી રહી છે.

જી હા, રાજકોટ ડિસ્ટ્રીક કોપ. બેંકનાં ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની દરમિયાનગીરીથી ભાજપના બન્ને જૂથોએ સમાધાન થઇ ગયુ છે. હવે 15 બેઠકો માટે 15 ઉમેદવારો જ ફોર્મ ભરશે અને તમામ બેઠકો બિન હરીફ થશે તેવી જાણકારી ખુદ જયેશ રાદડીયા દ્વારા આપવામા આવી છે. સમાધાનની ફોર્મ્યુલા પ્રમાણે 11 સભ્યો નીતિન ઢાંકેચા જૂથનાં અને 3 સભ્યો અરવિંદ રૈયાણી જૂથના રહેશે. 

ઉલ્લેખનાય છે કે, રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધની 16 બેઠક માટેની ચૂંટણી માટેનું મતદાન આગામી 24 ઓગસ્ટે યોજવામાં આવશે. હમેંશાની જેમ આ વખતે પણ રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો જોવામાં આવ્યો હતો કારણે કે, ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે જોવામાં આવી રહ્યા હતા.  

આપને જણાવી દઇએ કે, આ વખતે રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધની સત્તા હસ્થગત કરવા માટે રાજકોટનાં MLA અરવિંદભાઈ રૈયાણી જૂથ પણ મેદાનમાં જોવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે, રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધનાં સત્તા સ્થાને સંઘના વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને તેનુ ગ્રૃપ મજબૂત પકડ ધરાવે છે અને પૂર્વે પણ આવા અનેક પડકારોની સામે હેમખેમ અડગ જોવામાં આવ્યું છે. સંધની ચૂંટણીમાં આગામી 4 ઓગસ્ટથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થશે.

રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધે અત્યાર સુઘીમાં અનેક પ્રકારનાં પડકારોને પછાળી વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને તેનુ ગ્રૃપ સાથે નોંધનીય સ્થિતિ હાસલ કરી છે. રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધમાં 61 જેટલી મંડળીઓ આવેલી છે અને રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સંધ વાર્ષિક આંદાજીત 25 કરોડનો નફો કરે છે. ખરીદ વેચાણ સંઘની આર્થિક સ્થિતિ એક દમ મજબૂત છે અને 200 કરોડની ડિપોઝિટ પણ ધરાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews