Not Set/ ૨૦૧૯ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ જોરો-શોરોમાં, જાણો શું હશે સમિટની ખાસ બાબતો.

આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર વર્ષ ૨૦૧૯ માં વાઈબ્રન્ટ સમિટ કરવા જઈ રહી છે. આ સમિટમાં અંદાજે ૨૧ થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનશે તેવું ગુજરાત સરકારનું માનવું છે. આ સમિટમાં ચીન, જાપાન, અમેરિકા જેવા દિગ્ગજ દેશો સિવાય ૧૫૦ દેશોને આમંત્રણ પાઠવવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર […]

Top Stories Gujarat
2019 ૨૦૧૯ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ જોરો-શોરોમાં, જાણો શું હશે સમિટની ખાસ બાબતો.

આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર વર્ષ ૨૦૧૯ માં વાઈબ્રન્ટ સમિટ કરવા જઈ રહી છે. આ સમિટમાં અંદાજે ૨૧ થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનશે તેવું ગુજરાત સરકારનું માનવું છે. આ સમિટમાં ચીન, જાપાન, અમેરિકા જેવા દિગ્ગજ દેશો સિવાય ૧૫૦ દેશોને આમંત્રણ પાઠવવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મનાવી રહી છે. પ્રધાનમંત્રી મોદી આ સમિટનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯ માં મહાત્મા મંદિર ખાતે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમિટ અત્યાર સુધીમાં યોજાયેલી સૌથી ભવ્ય સમિટ હશે.

1484109202 4335 1 ૨૦૧૯ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ જોરો-શોરોમાં, જાણો શું હશે સમિટની ખાસ બાબતો.

ગુજરાત રાજ્ય સરકારના સચિવ જે.એન. સિંહે જણાવ્યું હતું કે આ સમિટમાં યુવાનોલક્ષી કામોને ધ્યાનમાં લેવામા આવશે. આપણે જણાવી દઈએ કે શુક્રવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી અને આ સમિટના વિવિધ મુદ્દાઓ અનુલક્ષીને વાત કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧૦ થી વધુ દેશની કંપનીના સીઇઓ સાથે ડીનર લેશે.