Surendranagar/ નવ નિર્માણ પામનાર એસ.ટી બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ થતું હોવાની રાવ ફરિયાદ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ  – સુરેન્દ્રનગર ખાતમુહૂર્ત ને ત્રણ વર્ષ બાદ પણ કામ ધીમી ગતિ એ થતું હોવા ની રાવ ફરિયાદ ઉઠી… રાત્રી દરમિયાન કામ ચલાઉ બસ સ્ટેન્ડ માં લાઈટો અને યુરીનલ અને પાણીપીવા ની પણ પેસેનજરો ને વેવસ્થા નથી.. સુરેન્દ્રનગર એસટી બસ નું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત એસટી વિભાગ […]

Gujarat Others
corona 48 નવ નિર્માણ પામનાર એસ.ટી બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ થતું હોવાની રાવ ફરિયાદ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ  – સુરેન્દ્રનગર

ખાતમુહૂર્ત ને ત્રણ વર્ષ બાદ પણ કામ ધીમી ગતિ એ થતું હોવા ની રાવ ફરિયાદ ઉઠી…

રાત્રી દરમિયાન કામ ચલાઉ બસ સ્ટેન્ડ માં લાઈટો અને યુરીનલ અને પાણીપીવા ની પણ પેસેનજરો ને વેવસ્થા નથી..

સુરેન્દ્રનગર એસટી બસ નું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત એસટી વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડનું નવનિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જુનુ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં બની જતા ગુજરાત એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન નવું બનાવવાની વિચારણા કરવામાં આવી હતી અને આજથી ત્રણ વર્ષ પહેલા નવા બસ સ્ટેન્ડ ના કામ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે લાખો રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ના નવનિર્માણનું કામ નો પ્રારંભ આજથી ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો.

ત્યારે સતત ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નું કામ નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામ ગોકળ ગતિએ થતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ત્રણ વર્ષમાં સમગ્ર બસ સ્ટેન્ડ નું કામ ત્રણ વર્ષમાં નવનિર્માણનું કામ પૂર્ણ થઈ જવું જોઈએ તે હજુ થઈ રહ્યું નથી જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા વાસી પંકજભાઈ પુજારા કામ ગોકળ ગતિએ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ધીમી ગતિએ કામ થતું હોવાના કારણે જિલ્લાવાસીઓમાં પણ હાલમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડનું નવનિર્માણનું કામ શરૂ હોય ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ કામ ચલાઉ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે કામ ચલાવ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન લાઈટો ને પણ સગવડતા નથી અને ખાસ જ્યાં બસો પાર્કિંગ કરવામાં આવે છે તે સ્થળે પણ લાઈટો ની સુવિધાઓ ન હોવાના કારણે અવાર નવાર નાની મોટી સ્પેરપાર્ટ ની ચોરી થવાના બનાવો બનતા હોવાની પણ રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

ત્યારે બીજી તરફ જે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જે કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં યુરીનલ ની પણ કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાના કારણે પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે યુરીનલ ની વ્યવસ્થા કામ ચલાવ બસ સ્ટેન્ડમાં ન હોવાના કારણે પેસેન્જરો ખુલ્લામાં યુરીનલ નો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેને કારણે પેસેન્જરોની રાત્રી દરમ્યાન આવતી બસો માં ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તેમાં પાણીની પણ સગવડતા નથી ત્યારે પેસેન્જરોને પીવાના પાણી માટેની કોઈ પણ સગવડતા કામ ચલાવ બસ સ્ટેન્ડમાં એસટી વિભાગ દ્વારા કરવામાં આવી નથી જેને લઇને પેસેન્જરોને મોંઘુંદાટ બસ સ્ટેન્ડ માં પાણી ખરીદી કરી અને પોતાની તરસ છીપાવવા ની દહેશત સર્જાઇ છે ત્યારે પાણીની પરબ માટે સિન્ટેક્સ ટાંકી મૂકવામાં આવી છે પરંતુ નળ કનેક્શન ના અભાવે બસ સ્ટેન્ડની પરબમાં પાણી આવી રહ્યું નથી જેને લઇને પેસેન્જરોમાં પણ આ બાબતે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

આગામી દિવસોમાં નવનિર્મિત બસ સ્ટેન્ડ નું કામ ઝડપી પૂરું કરવા સ્થાનિક લોકોની માંગ..

સુરેન્દ્રનગર જીલ્લાનું એસટી બસ સ્ટેન્ડ નું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે તે છતાં પણ આ કામ ગોકળ ગતિએ ચાલતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે સરકાર દ્વારા સુરેન્દ્રનગર એસટી સ્ટેન્ડ તરીકે કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પેસેન્જરો માટે ઉપલબ્ધ કરવામાં આવી નથી તેને લઈને પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે નવનિર્માણ બસ સ્ટેન્ડ નું કામ ચાલી રહ્યું છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા જિલ્લાનું અધ્યતન બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યારે આ કામ ધીમી ગતિએ ચાલતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે જે કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ તે હજુ સુધી પૂર્ણ થયું નથી તેને લઈને લોકોમાં પણ આ બાબતે રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે બીજી તરફ કામ ચલાવ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઊભી થવા પામી છે.

ગુજરાત એસ.ટી વિભાગ ત્રણ વર્ષ માં થયેલા કામોની માપણી કરે અને ઝડપી કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર ને સૂચના આપે : પંકજભાઈ પુજારા

સુરેન્દ્રનગર એસટી ડેપો નવનિર્માણનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે આ કામ ગોકળ ગતિએ ચાલતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ડેપો નું નવનિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ કામ ધીમી ગતિએ ચાલતું હોવાની સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે અને ગોકળ ગતિએ હાલમાં પણ કામ ચાલી રહ્યું છે જેને કારણે સ્થાનિક લોકોમાં અને પેસેન્જર રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે બીજી તરફ કામ ચલાઉ બસ સ્ટેન્ડ માં કોઈ પ્રાથમિક સગવડતા ન હોવાના કારણે પેસેન્જરોને પણ હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક પંકજભાઈ પુજારા તાત્કાલિકપણે એસટી ડેપો નું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે ગુજરાત એસટી વિભાગ દ્વારા ત્રણ વર્ષમાં થયેલા કામોની માપણી કરી અને કોન્ટ્રાક્ટરને ઝડપી કામ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ સ્થાનિક પંકજભાઈ પુજારા કરવામાં આવી રહી છે ત્યારે નવનિર્મિત ડેપો નું કામ ઝડપી પૂર્ણ કરવા હાલમાં લોક માંગ ઊભી થવા પામી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો