રાજકીય/ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચારમાં સુરતની સાડીઓની બોલબાલા..

ઉત્તર પ્રદેશના મથુરા વિધાનસભા વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ પ્રચાર અભિયાનમાં સ્થાનિક સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પુરજોશમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો

Gujarat India
4 9 ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચારમાં સુરતની સાડીઓની બોલબાલા..

ઉત્તર પ્રદેશના મથુરા વિધાનસભા વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ પ્રચાર અભિયાનમાં સ્થાનિક સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પુરજોશમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. આ પ્રચાર દરમિયાન મહિલાઓએ મોદી અને યોગીની સાડીઓ પહેરીને કેટવોક કર્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ઉત્તરપ્રદેશમાં આવનારી ચૂંટણીનો માહોલ જબરજસ્ત રીતે ગરમાયો છે, ચૂંટણીને લઈને ચારેય તરફ રાજકીય કાવાદાવા અને પ્રચારના ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રચારમાં સુરતની સાડીઓ ચર્ચામાં આવી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે યોગી અને મોદીના પ્રિન્ટ વાળી સાડીઓની ભારે માંગ જોવા મળી છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારની સામગ્રીઓ મહદંશે સુરતથી મોકલવામાં આવી હતી. દરેક રાજકીય પક્ષો દ્વારા પોતાના રાજકીય પ્રચારની સામગ્રી સુરતથી મંગાવવામાં આવી છે, જેને કારણે કરોડો રૂપિયાનો ઓર્ડર દર વર્ષે ચૂંટણી દરમિયાન સુરતના કપડા વેપારીઓને મળતો હોય છે. અને ચૂંટણી દરમિયાન સુરત કાપડ માર્કેટ ચૂંટણી પ્રચારની સામગ્રીથી ધમધમતું થઇ જાય છે.

ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર-પ્રસાર કરવામાં કોઈ ખામી છોડી નથી. ચૂંટણીપંચ દ્વારા કોરોના સંક્રમણને કારણે ચૂંટણી પ્રચારમાં કેટલીક મર્યાદા રાખવામાં આવી હતી. જેને કારણે કોરોના ગાઇડલાઇનનો ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે દર્શાવેલ નિયમ પ્રમાણે રાજકીય પક્ષો દ્વારા વધુ લોકો એકત્રિત ન થઈ શકે તેનું ધ્યાન રાખીને ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી અને યોગીની પ્રિન્ટવાળી સાડીઓ પહેરીને પ્રચાર કરતી જોવા મળી. તો ક્યાંક મહિલાઓ ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલના નિશાન વાળી સાડીઓ પહેરીને ફરતી દેખાઇ હતી. પ્રચાર દરમિયાન સુરતથી આવેલી આ સાડીઓ ખૂબ જ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની હતી.