Not Set/ ભાજપમાં અમિત શાહનાં અનુગામીની શોધ શરૂ, જાણો ચર્ચામાં કોના નામ છે ?

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીયમંત્રી તરીકે શપથ લઇ લીધી છે. શાહનાં શપથ લેવાની સાથે કદાચ શાહ બીજી ટર્મ માટે પ્રમુખ સ્થાન પર રિપીટ કરવામા આવશે તેવી અટકળોનો અંત આવી ગયો છે. ભાજપમાં એક હોદ્દો એક વ્યક્તિનાં સિદ્ધાંતને કારણે  અમિત શાહે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ્દને છોડવું પડશે. ત્યારે હવે પાર્ટી અને દેશભરમાં ભાજપનાં નવા રાષ્ટ્રીય […]

Top Stories India
pjimage 13 2 ભાજપમાં અમિત શાહનાં અનુગામીની શોધ શરૂ, જાણો ચર્ચામાં કોના નામ છે ?

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીયમંત્રી તરીકે શપથ લઇ લીધી છે. શાહનાં શપથ લેવાની સાથે કદાચ શાહ બીજી ટર્મ માટે પ્રમુખ સ્થાન પર રિપીટ કરવામા આવશે તેવી અટકળોનો અંત આવી ગયો છે. ભાજપમાં એક હોદ્દો એક વ્યક્તિનાં સિદ્ધાંતને કારણે  અમિત શાહે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ્દને છોડવું પડશે. ત્યારે હવે પાર્ટી અને દેશભરમાં ભાજપનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ તેના વિશે ચર્ચા શરૂ થઈ છે. નવા પ્રમુખ માટે સૌથી વધુ ચર્ચામાં જે નામો છે તેમાં જેપી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનાં બે નામ સૌથી આગળ છે.

images 1 1 ભાજપમાં અમિત શાહનાં અનુગામીની શોધ શરૂ, જાણો ચર્ચામાં કોના નામ છે ?

ભાજપનાં બનેં દિગ્ગજ નેતા જે.પી .નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનાં સંગઠનનાં કામમાં નિષ્ણાત છે. ભુપેન્દ્ર યાદવે અમિત શાહની ટીમમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત અને બિહારનાં પ્રભારી હોવાની સાથે સાથે  તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મહેનત સાથે સારી પરિણામો લાવવામાં સફળ રહ્યા હતા. લોકસભા 2014માં ઉત્તર પ્રદેશની જવાબદારી ભૂપેન્દ્ર યાદવ પાસે હતી અને NDAએ 80માંથી 73 બેઠક કબજે કરી પહેલીવાર ભાજપનો કેન્દ્રમાં સરકાર રચવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. પૂર્વે પણ અનેક ચૂંટણી અને સંગઠન કાર્યમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. તો સાથે સાથે ભુપેન્દ્ર યાદવ, PM મોદી અને અમિત શાહ બંનેની નજીક હોવાનું પણ માનવામાં આવે છે.

0521 hah ભાજપમાં અમિત શાહનાં અનુગામીની શોધ શરૂ, જાણો ચર્ચામાં કોના નામ છે ?

લોકસભા 2019માં PM મોદીએ અને અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશની જવાબદારી જે.પી. નડ્ડાને સોંપી હતી. અને ખુબ કપરા દેખાતા આ ચૂંટણી ચઢાણમાં આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં  NDAએ 80 બેઠકોમાંથી 64 બેઠકો જીતીને સૌને આશ્ચર્ય ચકીત કરી દીઘા હતા. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-રાલોદનાં મજબૂત દેખતા મહાગઢબંધને પછાળવામાં જેપી નડ્ડાની ભૂમિકા મહત્વની જોવા મળી હતી ત્યારે  ઉત્તર પ્રદેશની કેન્દ્રમાં ભાજપ સરકાર રચવામાં સૌથી મહત્વની ભૂમીકા ફણ જોવા મળી હતી. નડ્ડા ABVPથી રાજકારણમાં સક્રિય બન્યા હતા. અને હિમાચલનાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન અને વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા રહી ચૂકેલા નડ્ડા રાષ્ટ્રીય સ્તરે ભાજપ યુવા મોરચાનાં રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપનાં સેક્રેટરી જનરલ અને મોદીની પહેલી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સંગઠનનાં કામ પર નડ્ડાની મજબુત પકડના કારણે નડ્ડાનું નામ પહેલેથી આ પદ માટે ચર્ચામાં છે.