Not Set/ ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષામંત્રીએ બોલાવી હાઇ લેવલ મીટિંગ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં બંને સૈન્યનાં જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણનાં પગલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવાણ સાથેની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સેનાએ આજે ​​એક નિવેદન જારી કરતાં જણાવ્યું છે કે ગલવાન ખીણમાં બંને સેનાનાં જવાનોની પીછેહઠની પ્રક્રિયા દરમિયાન સોમવારે રાત્રે […]

India
039f2339e90b775d80c9c409611f665b 1 ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષામંત્રીએ બોલાવી હાઇ લેવલ મીટિંગ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં બંને સૈન્યનાં જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણનાં પગલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવાણ સાથેની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

સેનાએ આજે ​​એક નિવેદન જારી કરતાં જણાવ્યું છે કે ગલવાન ખીણમાં બંને સેનાનાં જવાનોની પીછેહઠની પ્રક્રિયા દરમિયાન સોમવારે રાત્રે હિંસક અથડામણ થઈ જેમાં એક અધિકારી અને બે જવાનો માર્યા ગયા. સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજનાથસિંહે સૈન્યનાં વરિષ્ઠ નેતૃત્વ પાસેથી આ ઘર્ષણ વિશે વિસ્તૃત માહિતી લીધી હતી અને આગળની યોજના અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં આ ઘટના બાદ ઉદ્ભવતા પરિસ્થિતિથી સંબંધિત તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અથડામણ દરમિયાન કોઈ ફાયરિંગ થયું ન હતું.

આપને જણાવી દઇએ કે, આપણા બે જવાન આ અથડામણમાં શહીદ થયા અને ઉપરથી બેઇજિંગે ભારત પર ઘુસણખોરીનો આરોપ લગાવ્યો છે. એએફપીનાં જણાવ્યા અનુસાર બેઇજિંગનો આરોપ છે કે ભારતીય સૈનિકોએ સરહદો પાર કરીને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.