Not Set/ અમદાવાદ/ કરણી સેનાનો નિત્યાનંદ આશ્રમમાં હોબાળો, કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા

હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો. ફેસબુક લાઈવ કરી યુવતીએ પોતે આશ્રમમાં જ રહેવા માગે છે તેવી કેફીયત રજૂ કર્યા પછી પોલીસતંત્રએ પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે […]

Top Stories Ahmedabad Gujarat
IMG 20191117 WA0069 2 અમદાવાદ/ કરણી સેનાનો નિત્યાનંદ આશ્રમમાં હોબાળો, કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા

હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો.

ફેસબુક લાઈવ કરી યુવતીએ પોતે આશ્રમમાં જ રહેવા માગે છે તેવી કેફીયત રજૂ કર્યા પછી પોલીસતંત્રએ પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કાંઈ થઈ શકે નહીં તેમ કહી મામલાને થાળે પાડ્યો હતો. જો કે આજે આ બાળકોના પરિવારના સમર્થનમાં કરણીસેના ઉતરી આવી છે.

આ પણ વાંચો

નિત્યાનંદ/ લંપટ બાબાઓની યાદીમાં મોખરે, વિચિત્ર દાવાઓ માટે પણ છે જાણીતા, જાણો ભૂતકાળમાં શું દાવાઓ કર્યા છે…?

કરણી સેનાએ નિત્યાનંદ આશ્રમમાં હોબાળો કર્યો છે અને કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ગુમ યુવતીની તપાસ કરી હતી. જેને પગલે Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોને સમજાવી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ આશ્રમ બહાર ધરણા કર્યા.

આ પણ વાંચો અમદાવાદ/ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાંથી ગોંધી રાખવામાં આવેલી યુવતીના માતા-પિતાની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

આ પણ વાંચો

અમદાવાદ/ વિવાદિત નિત્યાનંદ આશ્રમ, DPS શાળા સંકુલમાં કેવી રીતે ચાલી રહ્યો છે..? તે એક શંકા ઉપજાવે તેવો યક્ષ પ્રશ્ન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.