Rajkot/ રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક ભારે પડી

રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક કરવો ભારે પડ્યો છે. દિલ્હી થી અમદાવાદ જતી ફ્લાઈટમાં……..

Gujarat

Rajkot News: રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક કરવો ભારે પડ્યો છે. દિલ્હી થી અમદાવાદ જતી ફ્લાઈટમાં ચેકિંગ સમયે બે બિલ્ડરોએ સુરક્ષાકર્મીઓને પરમાણુ બોમ્બ હોવાની મજાક કરી હતી. એરપોર્ટ પોલીસે બંને બિલ્ડરોની ધરપકડ કરી છે. બાદમાં તેમની પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કર્યા હતા.

રાજકોટના બે બિલ્ડરોને એરપોર્ટ પર મજાક કરવો ભારે પડ્યો છે. માહિતી મુજબ, 5 એપ્રિલે દિલ્હીના એરપોર્ટ પર દિલ્હી થી અમદાવાદ જતી ફ્લાઈટ પર બે બિલ્ડરો જીગ્નેશ માલાણી અને કશ્યપ લાલાણીએ ફ્લાઈટ ઉડાન ભરતાં પહેલા પરમાણુ બોમ્બ હોવાની ટીખળ કરી હતી. એરપોર્ટ પોલીસે સુરક્ષાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં બંને બિલ્ડરોની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતને નજરકેદ કરાયા

આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: IPL-AhmedabadMetro/IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી