- અમીરગઢ પાસે નેશનલ હાઇવ પર ટ્રેલરમાં આગ
- ચાલુ ટ્રેલરમાં આગ લાગતા દોડધામ
- ડ્રાઇવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી
- ટ્રેલર સળગીને ખાખ થઈ ગયું
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે પર એક ટ્રેલરમાં આગ લાગી છે. ચાલુ ટ્રેલરે આગ લગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. રોડ પર દોડી રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરની સમયસુચકતાથી આ આગની ઘટનામાં કોઈ જાન હાની થઇ નથી. પરંતુ આખું ટ્રેલર આગની ઘટનામાં બળીને ખાખ થઇ ગયું છે. ટ્રેલર માં લાગેલી ભીષણ આગને કારણે અમીરગઢ હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
