સુરત શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતનાં કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારને ધમકી મળી છે. આ ધમકી એક મહિલા તરફથી આપવામાં આવી રહી હતી. જો કે અહી રાહતની વાત એ છે કે પોલીસે ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલાનું નામ પ્રવીણા મૈસુરિયા હોવાનું સામે આવી રહ્યુ છે.

કેબિનેટ મંત્રીને ધમકી આપનાર મહિલા પ્રવીણા મૈસુરિયાએ આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે પોલીસે તુરંત જ તપાસ હાથ ધરી છે. મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેણે ખંડણી માગી હોવાનુ સામે આવ્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
પ્રવીણા મૈસુરિયા છેલ્લા 15 દિવસથી અલગ-અલગ પત્રો મારફતે મંત્રીને ધમકી આપી રહી હતી. આ પત્ર તે અલગ-અલગ જગ્યાએથી લખતી હતી. મહિલાએ મંત્રીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સુત્રોનું કહેવુ છે કે, તેણે 1.50 કરોડની ખંડણી પણ માંગી હતી. આ વિશે કેબિનેટ મંત્રીએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આર્થિક તાણનાં કારણે આ પગલુ ભર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે પોલીસ આ મામલે કોઇ પણ ચૂક ન હી જાય તેનો ખ્યાલ રાખતા કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
