Panchmahal News/ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ₹1100 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

CM ભૂપેન્દ્ર પટેલે Panchmahalમાં ₹732 કરોડ અને દાહોદમાં ₹367 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું. પાનમ યોજનાથી 130 તળાવો ભરાશે અને ખેડૂતોને સિંચાઈ મળશે.

Top Stories Gujarat Others
CM Bhupendra Patel Panchmahal Dahod Visit

CM Bhupendra Patel Panchmahal Dahod Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વંચિતોને વરિયતા’ના મંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 1100 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ્સથી આદિવાસી વિસ્તારોમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય અને રોડ નેટવર્કનું માળખું વધુ મજબૂત બનશે.

Panchmahal: પાનમનું પાણી પહોંચશે ગામેગામ

મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના આદિજાતિ પરિવારોની સુખાકારી માટે ₹732 કરોડના કુલ 112 વિકાસકામોની મહત્વની ભેટ આપી છે. આ વિકાસકાર્યોમાં અંદાજે ₹406 કરોડના ખર્ચે સાકાર થયેલી પાનમ ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવોને પાનમ જળાશયના પાણીથી ભરી દેવામાં આવશે. આ યોજના અંતર્ગત પાનમ જળાશયના પાણીને 236 ફૂટની ઊંચાઈએ લિફ્ટ કરીને 205 કિમી લાંબી વિતરણ પાઇપલાઇન દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે, જેનાથી આ પંથકની 86 હજાર એકર જમીનને સિંચાઈની સીધી સુવિધા પ્રાપ્ત થશે.

Dahod બનશે ‘ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ’

મુખ્યમંત્રીએ આકાંક્ષી જિલ્લા તરીકે ઓળખાતા દાહોદના સર્વાંગી વિકાસ માટે ₹367 કરોડના ખર્ચે સાકાર થનારા 1200થી વધુ વિકાસકામોની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ અવસરે મુખ્યમંત્રીએ દાહોદને વિકસિત ગુજરાતમાં અગ્રેસર રહે તે રીતે ‘ઇન્સ્પિરેશનલ’ (પ્રેરણાત્મક) જિલ્લો બનાવવા માટેનું આહવાન કર્યું હતું. આ વિકાસકામોમાં મુખ્યત્વે શિક્ષણના સ્તરમાં સુધારો, આરોગ્યની આધુનિક સુવિધાઓ અને જિલ્લામાં કનેક્ટિવિટી વધારવા જેવા મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી આદિજાતિ વિસ્તારના નાગરિકોનું જીવનધોરણ ઊંચું લાવી શકાય.

આદિજાતિ બેલ્ટ માટે સરકારનું મોટું બજેટ

મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારોના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં ₹3,160 કરોડના ખર્ચે 11 જેટલી ઉદવાહન સિંચાઈ યોજનાઓ સાકાર કરવામાં આવી છે. આ વર્ષના ઐતિહાસિક બજેટમાં પણ આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશન સુવિધાઓના વિસ્તાર માટે ₹485 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, નર્મદા નદી પર આધારિત લિફ્ટ ઇરિગેશન યોજનાઓ દ્વારા છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાઓના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ પંથકની ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ કાર્યક્રમમાં મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના આ કદમથી પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.


આ પણ વાંચો: અમિત શાહે અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું