Gujarat Reservoir/ નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો, તિરંગાની થીમ પર શણગારાયો

વધુમાં નદી તળ વિધુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,01,831 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

Top Stories Gujarat

Gujarat News: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલતાં પાણીની આવકથી સપાટીમાં સતત વધારો નોંધાયો છે. નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના નવાનીરને વધાવવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરી શણગારવામાં આવ્યું છે. જેનો અદભુત નજારો સામે આવ્યો છે.

વધુમાં નદી તળ વિધુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,01,831 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

ઉપરવાસમાં સતત પડતા વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી 9 દરવાજા 2.10 મીટર ખોલવામાં આવશે. એને કારણે નર્મદા ડેમના નીચલા વિસ્તારમાં પાણી વહેશે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી નદી કાંઠાના કિનારે આવેલા ગામના લોકો નદી કિનારે ન જાય એની સૂચના આપવામાં આવી છે. વધુમાં કોઈપણ નુકસાનની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા પણ જણાવ્યું છે.

ઇન્ચાર્જ કલેક્ટર મમતા હીરપરાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાનાં કુલ 25 ગામમાં તકેદારી અને સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીનાં પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ ત્રણેય તાલુકાનાં 26 ગામના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય એ માટે સુરક્ષાનાં પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર પર સંપર્ક કરી શકો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ટ્રકચાલકે 17 વર્ષીય વિદ્યાર્થીનીનો લીધો ભોગ

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો