Vadodara News/ વડોદરામાં ટ્રકચાલકે 17 વર્ષીય વિદ્યાર્થીનીનો લીધો ભોગ

કારેલીબાગ વિસ્તારમાં ટુ વ્હીલર ટર્ન લઈ રહેલી વિદ્યાર્થિનીઓને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી…..

Top Stories Gujarat Vadodara Breaking News
Image 2024 08 13T112239.913 વડોદરામાં ટ્રકચાલકે 17 વર્ષીય વિદ્યાર્થીનીનો લીધો ભોગ

Vadodara News: વડોદરા શહેરમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીનીને પૂરપાટ ઝડપે જતી ટ્રકે ટક્કર મારતા કેયા પટેલ નામની સગીરાનું મોત થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

કારેલીબાગ વિસ્તારમાં ટુ વ્હીલર ટર્ન લઈ રહેલી વિદ્યાર્થિનીઓને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સગીરાને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Image 2024 08 13T112407.938 વડોદરામાં ટ્રકચાલકે 17 વર્ષીય વિદ્યાર્થીનીનો લીધો ભોગ

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારા માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ, મારી મામાની દીકરી હિર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી અમે ઘરેથી મારી એક્ટિવા તથા હિરનું સ્કૂટર લઇને બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતા.

અમે ખરીદી કરી સાંજે પરત ઘરે જઈ રહ્યાં હતા. દરમિયાન એક્ટિવા કેયા ચલાવતી હતી. પાણીની ટાંકીના સર્કલથી અમીતનગર તરફ જઈ રહેલા એક્ટિવાને ટર્ન મારતા ટ્રકચાલકે પૂર ઝડપે ટ્રક ચલાવીને એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી માસીની દીકરી પાછળ બેઠી હતી તે નીચે પડી ગઈ હતી અને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી.

Image 2024 08 13T112541.253 વડોદરામાં ટ્રકચાલકે 17 વર્ષીય વિદ્યાર્થીનીનો લીધો ભોગ

જેથી હું તથા મારી મામાની દીકરી હિર અને હાર્દિક પટેલ કેયાને સારવાર માટે નવરંગ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, તેઓએ ના પાડતા અમે શુકન હોસ્પિટલ લઇ જતા તેઓએ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તબીબોએ કેયાને મૃત જાહેર કરી હતી. આ મામલે મેં આઈસર ટ્રકના ચાલક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી આઇસર ટ્રકચાલક હરીશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પરિવારને જાણ કરતા તેમણે જણાવ્યું કે, મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં જ અમેરિકા જવાની હતી. તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી. જોકે, અમેરિકા જાય તે પહેલા જ અકસ્માતમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો