Dwarka News/ સોનારડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત : પૂર્વ આર્મી જવાનનું મોત

Accident એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ પડ્યા હતા.

Gujarat Others
જામ ખંભાળીયા–દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માતો(Accident)ની ઘટનાઓ સતત સામે આવી રહી છે

Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા–દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માતો(Accident)ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે સોનારડી ગામ નજીક એક બેફામ ગતિએ આવતી ફોર વ્હીલ કાર અને બાઈક (Car And Bike) વચ્ચે ભયાનક ટક્કર થતા ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલક, પૂર્વ આર્મી જવાન,નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

સોનારડી ગામ પાસે બેફામ કારની ટક્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકા હાઈવે પર સોનારડી ગામ નજીકથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Accident)એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ પડ્યા હતા. ગંભીર ઈજાઓના કારણે તેમને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

દાત્રાણા ગામના પૂર્વ આર્મી જવાનનું અવસાન

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ દાત્રાણા ગામના રહેવાસી વિજયભાઈ ચૌહાણ તરીકે થઈ છે. તેઓ પૂર્વ આર્મી જવાન હોવાનું જાણવા મળતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દેશની સરહદે સેવા આપીને નિવૃત્ત થયેલા જવાનનું માર્ગ અકસ્માત(Accident)માં અચાનક મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અકસ્માત બાદ ટ્રાફિક જામની સ્થિતિ

અકસાનની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : નેપાળમાં મોટો બસ અકસ્માત! 7 ભારતીય યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો : સ્પીડની ઘેલછા બની કાળ, જેતપુર પાસે ભયાનક અકસ્માતમાં એક યુવકનું મોત અને બે ગંભીર

આ પણ વાંચો : રાજુલામાં કારનો અકસ્માત: બે મહિલાઓને કચ઼ડી, એકનું મોત