nepal news/ નેપાળમાં મોટો બસ અકસ્માત! 7 ભારતીય યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

નેપાળના ગંડકી પ્રાંતમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક બસ ખાઈમાં પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ Accidentમાં 7 ભારતીય યાત્રાળુઓના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

Top Stories World Breaking News
ગોરખા જિલ્લામાં બસ Accident, તમામ મૃતક ભારતીય નાગરિક

Nepal News:નેપાળથી હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક બસ ખાઈમાં પલટી ગઈ છે. આ અકસ્માત (Accident) મધ્ય નેપાળમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત (Accident)માં સાત લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે. પોલીસનું કહેવું છે કે માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.

બસ યાત્રાળુઓને લઈ જઈ રહી હતી

મળતી માહિતી મુજબ, નેપાળના મધ્ય ક્ષેત્રમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક પેસેન્જર બસ અકસ્માત (Accident)નો ભોગ બની હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ ઉપરાંત સાત અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે નેપાળના ગંડકી પ્રાંતમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓને લઈ જતી એક બસ મનકામના મંદિરથી પરત ફરી રહી હતી. આ દરમિયાન, ગોરખા જિલ્લામાં અચાનક બસ નિયંત્રણ બહાર ગઈ અને રસ્તા નીચે ખાડામાં પડી ગઈ. ગોરખા જિલ્લાના જિલ્લા ટ્રાફિક પોલીસ કાર્યાલયના વડા સૂરજ આર્યલએ જણાવ્યું હતું કે મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તમામ મૃતકો ભારતીય નાગરિક છે.

Accident

Accidentમાં મૃતક પામેલા બધા ભારતીય નાગરિકો

જિલ્લા પોલીસ વડા ભરત બહાદુર બીકે કેએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મુથુ કુમાર (58), અનામલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલારસી (60) તરીકે થઈ છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ સાત અન્ય ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.

બધા ઘાયલોને અંબુખૈરેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હિમાલયન ટાઈમ્સ અનુસાર, ઇલેક્ટ્રિક બસનો ડ્રાઈવર અકસ્માતમાં બચી ગયો હતો, જ્યારે તેનો સહાયક ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:નેપાળમાં મોટો અકસ્માત, 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં પડી, 14 મુસાફરોના મોત, 16ને બચાવી લેવાયા

આ પણ વાંચો:નેપાળ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં સવાર 19માંથી 18ના મોત, અકસ્માતમાં બચી ગયેલા પાયલટની તસવીર સામે આવી 

આ પણ વાંચો:નેપાળે ચીનની કંપનીને આપ્યો વિવાદિત નકશાવાળી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ, 3 કરોડ નકલો છપાશે, શું ભારત સાથે તણાવ વધશે?