nepal news/ નેપાળે ચીનની કંપનીને આપ્યો વિવાદિત નકશાવાળી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ, 3 કરોડ નકલો છપાશે, શું ભારત સાથે તણાવ વધશે?

નેપાળ રાષ્ટ્ર બેંક અધિનિયમ અનુસાર, નેપાળ રાષ્ટ્ર બેંક નોટોને ડિઝાઇન કરવા માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં બેંકે 100 રૂપિયા પ્રિન્ટ કરવા માટે કંપનીઓને બોલાવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે ચીનની એક કંપનીને નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હવે ચીનની કંપની નેપાળી નોટ છાપશે.

Top Stories World Breaking News

Nepal News: નેપાળે પોતાની નવી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપીને ભારત સાથે પંગો લીધો છે. નેપાળ રાષ્ટ્ર બેંક, નેપાળની મધ્યસ્થ બેંક; દેશના સુધારેલા રાજકીય નકશા સાથે રૂ. 100ની નવી નોટો છાપવા માટે ચીનની એક કંપનીની પસંદગી કરી છે. નેપાળની કેબિનેટે 100 રૂપિયાની નોટની ડિઝાઇનમાં ફેરફારને મંજૂરી આપી છે. આમાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળનો હિસ્સો ગણાવવામાં આવ્યા છે, જ્યારે આ વિસ્તારો લાંબા સમયથી ભારતનો હિસ્સો છે.

નવા રાજકીય નકશાને 18 જૂન, 2020 ના રોજ નેપાળી બંધારણમાં સુધારો કરીને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને દેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભારત પહેલા જ નેપાળ દ્વારા કરવામાં આવેલા ક્ષેત્રીય દાવાઓને કૃત્રિમ વિસ્તરણ અને અસ્થિરતા ગણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ નેપાળની સરહદ પર સ્થિત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેનો ભાગ છે.

અહેવાલો અનુસાર, સ્પર્ધાત્મક વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયા બાદ નેપાળે આ કોન્ટ્રાક્ટ ચીનની ‘બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન’ કંપનીને આપ્યો છે. સેન્ટ્રલ બેંકે કંપનીને દરેક 100 રૂપિયાની 30 કરોડ નોટ ડિઝાઇન, પ્રિન્ટ, સપ્લાય અને વિતરિત કરવા વિનંતી કરી છે, જેની અંદાજિત પ્રિન્ટિંગ કિંમત આશરે US $ 89.9 લાખ છે. જો કે નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તા પાસેથી આ અંગેની માહિતી મળી શકી નથી.

નેપાળની નવી નોટો ભારત અને નેપાળ વચ્ચે તણાવ પેદા કરી શકે છે, કારણ કે નેપાળ ભારતના ભાગોને પોતાના તરીકે બતાવી રહ્યું છે. લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની ભારતનો ભાગ છે. બંધારણમાં સુધારો કરીને નેપાળ તેને પોતાનું હોવાનો દાવો કરીને તણાવ પેદા કરી રહ્યું છે. તેનાથી બંને દેશોના સારા સંબંધો પર અસર પડી શકે છે. આ કારણે નેપાળ અને ભારત વચ્ચે વર્ષોથી ચાલી આવતી મિત્રતામાં તિરાડ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેપાળમાં ભારે વરસાદે મચાવી તબાહી, 112ના મોત, બિહાર માટે આગામી 72 કલાકમાં ખતરો

આ પણ વાંચો:નેપાળમાં મોટો અકસ્માત, 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં પડી, 14 મુસાફરોના મોત, 16ને બચાવી લેવાયા

આ પણ વાંચો:નેપાળ બાદ હવે અમેરિકામાં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત થયા અને જંગલમાં લાગી ભીષણ આગ