Not Set/ અમેરિકામાં ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટની ગળું દબાવી હત્યા

અમેરિકાના શિકાગોમાં ભારતીય અમેરિક 19 વર્ષીય વિદ્યાર્થીની પર યૌન શોષણ થયા બાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ બર્બર ઘટનાથી ભારતીય સમુદાય સ્તબ્ધ છે. પોલીસે જણાવ્યું કે રુથ જ્યોર્જ મૂળ હૈદરાબાદની રહેવાસી હતી. અને અહીંની ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. શનિવારે તેનો મૃતદેહ યુવતીના પરિવાર સાથે જોડાયેલા વાહનની પાછળની સીટ પરથી મળી આવ્યો […]

NRI News World

અમેરિકાના શિકાગોમાં ભારતીય અમેરિક 19 વર્ષીય વિદ્યાર્થીની પર યૌન શોષણ થયા બાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ બર્બર ઘટનાથી ભારતીય સમુદાય સ્તબ્ધ છે.

પોલીસે જણાવ્યું કે રુથ જ્યોર્જ મૂળ હૈદરાબાદની રહેવાસી હતી. અને અહીંની ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. શનિવારે તેનો મૃતદેહ યુવતીના પરિવાર સાથે જોડાયેલા વાહનની પાછળની સીટ પરથી મળી આવ્યો હતો.

હુમલાખોર ડોનાલ્ડ થોર્મન (26) ને શિકાગો મેટ્રો સ્ટેશન નજીક રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. તે યુનિવર્સિટી સાથે સંકળાયેલ નથી. સોમવારે વિધિવત રીતે આ આરોપો મૂકવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં રુથનું ગળું દબાવીને મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

યુનિવર્સિટીએ અહેવાલ આપ્યો છે કે રુથના પરિવારે શનિવારે યુનિવર્સિટી પોલીસને જણાવ્યું હતું કે શુક્રવારથી તે રુથ સાથે વાત કરી શક્યો નથી. તેનો ફોન હલસ્ટિડ સ્ટ્રીટ પાર્કિંગ ગેરેજમાં હોવાનું જણાવાયું છે. ત્યારબાદ પોલીસ અને પરિવારના સભ્યો પહોંચ્યા હતા, જ્યાં વાહનમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર રુથનો પીછો કરતા આરોપીના ફૂટેજ પોલીસે ત્યાં લગાવેલા કેમેરાથી મેળવ્યા હતા. ત્યારબાદ રવિવારે હલસ્ટેન્ડ અને હેરિસન માર્ગ વચ્ચે બ્લુ લાઇન સ્ટેશન નજીક તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે.

યુનિવર્સિટીના ચાન્સેલર માઇકલ ડી એમરીડીસે પણ રુથના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.