VADODRA NEWS/ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ આપી

Top Stories Gujarat

vadodra News: નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ આપી

પોલીસે સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ અપનાવી નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. વિકાસ સહાય પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી  વિકાસ સહાયે તેમની સેવાને બિરદાવી.

વડોદરા જીલ્લા હેડ ક્વાર્ટરના બેડમીન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાત લઈ ડીજીપીએ આંગણવાડીના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો

દેશભરમાં પરિવાર તથા સ્નેહી-સબંધીઓ સાથે હળીમળીને દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવાની ઈચ્છાને દબાવીને રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીસ અધિકારી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાત લઈ જીલ્લા પોલીસ પરીવારના સભ્યોને મીઠાઇ તેમજ આર્શીવાદરૂપી ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

પોલીસ પરીવાર તેમજ પોલીસ અધિકારી-કર્મચારીનાઓએ સંબોધન કરતા વિકાસ સહાયે કહ્યું હતું કે, આપણે સૌએ ગુજરાત પોલીસનું જે સૂત્ર છે ‘સેવા, સુરક્ષા અને શાંતી’ તે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહી સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.

વિકાસ સહાયે વડોદરા જીલ્લા હેડ ક્વાર્ટરના બેડમીન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાત લઈ પોલીસ પરીવારના નાના ભુલકાઓ સાથે વાર્તાલાપ કરી દિવાળીની શુભેચ્છા પાઠવી ચોકલેટ વિતરણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત: માંડવીના પાતલ ગામની ઘટના, હોળી ફળિયામાં પાળેલા શ્વાન પર દીપડાનો હુમલો, ઘર માલિકે કરી બૂમાબૂમ દીપડો શ્વાન મૂકી ભાગી છૂટ્યો

આ પણ વાંચો: દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: જૂનાગઢ: બાળકી પર દીપડાનો હુમલો, વંથલીના સોનારડી ગામની ઘટના, 7વર્ષની બાળકીનું મોત, સારવાર દરમિયાન થયું મોત, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે