Entertainment News/ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લંડન શિફ્ટ થવા પાછળનું સાચું કારણ આવ્યું સામે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી (Anushka-Virat)લંડન શા માટે શિફ્ટ થયા તે અંગે માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ ખુલાસો કર્યો છે. બાળકોના સાધારણ ઉછેર અને પ્રાઈવસી માટે તેમણે ભારત છોડવાનો નિર્ણય લીધો હતો.

Entertainment
Anushka-Virat Why did shift to London

Entertainment News : બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ આઈકોન વિરાટ કોહલી (Anushka-Virat)પોતાના બંને બાળકો સાથે ભારત છોડીને લંડનમાં સ્થાયી થયાના અહેવાલો સતત ચર્ચામાં રહ્યા છે. આ પાવર કપલ ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર એક શાંત અને સામાન્ય જીવન જીવી રહ્યું છે. હવે માધુરી દીક્ષિત (Madhuri Dixit)ના પતિ ડો. શ્રીરામ નેને (Dr Shriram Nene)એ અનુષ્કા સાથે થયેલી ખાસ વાતચીતનો સંદર્ભ આપીને ‘વિરુષ્કા’ના આ નિર્ણય પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

Anushka-Virat : સતત કેમેરા અને સેલિબ્રિટી ક્રેઝથી દૂર જવાનો નિર્ણય

યૂટ્યુબર રણવીર અલાહાબાદિયા સાથેના સંવાદમાં ડો. શ્રીરામ નેનેએ અનુષ્કા સાથે થયેલી મુલાકાતને યાદ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં અતિશય લોકપ્રિયતાને કારણે તેઓ પોતાની સફળતા અને અંગત ક્ષણોનો આનંદ માણી શકતા નહોતા. ભારતમાં તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકોની નજર તેમના પર રહેતી હતી અને જાહેર સ્થળોએ સેલ્ફી તથા પ્રાઈવસીમાં દખલગીરીને કારણે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની જતું હતું.

બાળકોને સામાન્ય અને સંતુલિત વાતાવરણ આપવાનો હેતુ

ડો. નેનેએ વધુમાં ઉમેર્યું હતું કે વિરાટ અને અનુષ્કા પોતાના બાળકો, વામિકા અને અકાયને સેલિબ્રિટી કલ્ચરના પ્રભાવથી દૂર રાખીને એક સામાન્ય ઉછેર આપવા માગે છે. તેમણે કહ્યું કે ડિનર કે ફેમિલી ટાઈમ દરમિયાન સતત લોકોનું ધ્યાન ખેંચાવું ક્યારેક દબાણ ઊભું કરે છે. આ કપલ ખૂબ જ નમ્ર છે અને પોતાના પરિવાર માટે શાંત વાતાવરણ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2017 માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતીના પુત્ર અકાયના જન્મ બાદ તેઓ લંડનમાં સ્થાયી થયા છે.


આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરનો નવો માઇલસ્ટોન: કરિયરની landmark 555મી ફિલ્મની કરી જાહેરાત

આ પણ વાંચો :40 વર્ષની વયે માતા બનશે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ એક્ટ્રેસ કશ્મીરા ઈરાની

આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો