White House Shooting 2026: અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પાસે એક હથિયારધારી શંકાસ્પદ વ્યક્તિ અને સીક્રેટ સર્વિસના જવાનો વચ્ચે સામસામે ગોળીબારની ઘટના બની છે. આ હુમલા બાદ સુરક્ષાના કારણોસર વ્હાઇટ હાઉસને તાત્કાલિક ધોરણે ‘લોકડાઉન’ કરી દેવામાં આવ્યું હતું. સુરક્ષાકર્મીઓની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર ઘાયલ થયો છે.
ફિલ્મી સ્ટાઈલમાં પીછો અને ફાયરિંગ
અમેરિકન સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે આ ઘટના બની હતી:
પૂછપરછ દરમિયાન હુમલો: પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવ્યો ત્યારે તેણે ભાગવાની કોશિશ કરી હતી. જ્યારે જવાનોએ તેનો પીછો કર્યો, ત્યારે તેણે અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જવાબી કાર્યવાહી: સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો, જેમાં હુમલાખોરને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
White House માં નિર્દોષ બાળકને વાગી ગોળી
આ ગોળીબારની ઘટનામાં એક દુખદ પાસું પણ સામે આવ્યું છે. ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર બાળક પણ હુમલાખોરની ગોળીનો શિકાર બન્યું છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે બાળકની ઈજા ગંભીર નથી અને તેની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળેથી હુમલાખોરનું હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યું છે.
ટ્રમ્પ સુરક્ષિત, લોકડાઉન હટાવાયું
ફાયરિંગ બાદ વ્હાઇટ હાઉસની (White House) આસપાસનો વિસ્તાર સીલ કરી દેવાયો હતો અને પત્રકારોને પણ સુરક્ષિત રૂમમાં મોકલી દેવાયા હતા. જોકે, સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ લોકડાઉન હટાવી લેવાયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (White House) આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે વોશિંગ્ટન અત્યારે સુરક્ષિત છે. પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોરનું નિશાન પ્રમુખ ટ્રમ્પ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો
આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ
આ પણ વાંચો : અટલાન્ટિકમાં ફસાયું મોતનું જહાજ, હંતા વાયરસથી 3 ના મોત, WHO એ જારી કરી ચેતવણી
