Gujarat Rain News/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ ખાબકતા અવિરત રીતે મેઘમહેર જળવાઈ રહી છે. આ ઉપરાંત વરસાદની એકસાથે ત્રણ પેટર્ન સક્રિય થતા આગામી સમયમાં પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. કેટલાક જિલ્લામાં રેડ તો કેટલાકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 97 2 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ

Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ ખાબકતા અવિરત રીતે મેઘમહેર જળવાઈ રહી છે. આ ઉપરાંત વરસાદની એકસાથે ત્રણ પેટર્ન સક્રિય થતા આગામી સમયમાં પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. કેટલાક જિલ્લામાં રેડ તો કેટલાકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વખતે રાજ્યમાં વરસાદનો અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગુજરાતમાં વરસાદના ટ્રેન્ડને જોતા લાગી રહ્યું છે કે, રાજ્યમાં વરસાદ ઝોન વાઈઝ ખાબકી રહ્યો છે. પહેલા સૌરાષ્ટ્ર ઝોનમાં ધોધમાર, પછી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

ડોલવણમાં 6.8 ઈંચ, સુબીરમાં 6.4 ઈંચ, નવસારીમાં 6.3 ઈંચ, ઉચ્છલમાં 5.5 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ, જલલાપોરમાં 5.11 ઈંચ, ગણદેવીમાં 4.84 ઈંચ અને વલોડમાં 4.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 27 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 86 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે હવામાન વિભાગ દ્વારા તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંમચહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે તેમ હોય યલો એલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો ભરૂચ અને નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં વરસાદ પડશે. પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લીમાં આગાહી છે. તો ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવ્યા પૂર, NDRF એ138 નાગરિકોનું કર્યું રેસ્ક્યુ

આ પણ વાંચો: અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ, ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી

આ પણ વાંચો: વડોદરા 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, લોકોને મગરોનો લાગતો ડર