Gujarat Weather/ Gujarat Rain Live: નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીએ સર્જી તારાજી, ગામો થયા સંપર્ક વિહોણા

રાજયમાં  આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હાલ રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

Top Stories Gujarat

છે Gujarat Rain News: રાજયમાં  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો. આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
હાલ રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. જ્યારે હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કર્યા છે. દીવ દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ કરતા માછીમારોની આગામી સૂચના સુધી દરિયો ના ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી. તો કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે. ભરૂચ,સુરત,નર્મદા.તાપીમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે. જ્યારે ડાંગ,મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક સ્થાનો પર આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદમાં ગઈકાલે દિવસભર વરસાદ રહ્યો. આજે શુક્રવાર 26 જુલાઈના રોજ અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે.

Gujarat Rain Update 26 July

જુનાગઢમા ભારે વરસાદના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાછે ત્યારે  સંપર્ક વિહોણા ગામની મુલાકાતે NDRF જવાનો આવ્યા હતા.માંગરોળના મેખડી, સામરડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.NDRFની ટીમ વાડી વિસ્તારમાં રહેતા લોકોની મુલાકાતે આવ્યા હતા.અંતરીયાળ વિસ્તારમાં ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું  હતું.માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

નવસારી શહેરમાં ઘોડાપુર આવ્યું છે જ્યાં NDRFની ટીમ રેસ્ક્યુ કરી પરત આવી છે મિથિલા વિસ્તારમાં NDRFએ કર્યું રેસ્ક્યુ હતું.

તાપીમાં વરસાદે તારાજી સર્જી છે.વાલોડના વેડછી ગામે પુરના પાણીથી તારાજી સર્જાઈ છે. જેના કારણે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે.મીંડોળા નદીના પાણી ઘરોમાં ભરાયા છે

વડોદરામાં વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ભરાયા હોવાથી રહેણાંક વિસ્તારમાં મગર પણ આવી પહોચ્યા છે જેથી  લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં મગરોએ દેખા દેખી થઈ છે.માંજલપુરના કંચનપુરામાં પણ મગરો તરી આવ્યા હતા આ સિવાય કાલે મગરે શૌચક્રીયા માટે જતી યુવતી પર કર્યો હુમલો કર્યો હતો જેમાં તેનો પગ પકડી પાણીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો.


12:10
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. હિંમતનગર પંથકમાં વરસાદી માહોલ. હડિયોલ,ગઢોડા અને અનેરા પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો આનંદમાં છે.

12:00
વડોદરા:
વડોદરામાં પ્રયાગપુરાથી કરાલીપુરાનો રસ્તો નદીમાં ફેરવાયો. ડભોઇથી વાઘોડિયા જવાનો માર્ગ ઢાઢર નદીના પાણીમાં ગરકાવ થયો. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો. વરસાદ ધીમો પડવા છતાં પણ ચારે તરફ હજુ પણ જળબંબાકારની સ્થિતિ. કેટલાય ખેતરોમાં સર્જાયા દરિયા જેવા દ્રશ્યો.

12:00

.

પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી. શહેરના અનેક વિસ્તારો જળ બંબાકર થયા. રંગૂન નગર,મચ્છી માર્કેટ પાણીમાં ગરકાવ થયા હોવાનું દેખાય છે. વિરાવળ સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેર પાણી પાણી થયું. રિંગરોડ, ભેસ્તખાડા સહિતના વિસ્તારો પાણીમાં ભરાયા. તમામનો આકાશી નજારો આવ્યો સામે.

11:45

તાપી જિલ્લામાં વરસાદે સર્જી તારાજી. સોનગઢમાં ભારે વરસાદથી પુલ ધોવાયો . આમલગુંડી અને ગોપાલપુરા ગામે પુલ ધોવાયો. નદીનું પાણી ગામમાં ફરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેંઢા ગમે ઉપલું ફળિયું થયું સંપર્ક વિહોણું. કનાડા ગામે પાણી ફરતા ચોરવાડ સાથે જોડતો રસ્તો ધોવાયો. વ્યારાના કાંજણ ગામે વરસાદી પાણી ફરતા લોકો ફસાયા. ભારે વરસાદના કારણે ઉચ્છલ તાલુકાના ખાતા ગામોમાં નદીનું પાણી ગામમાં ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

સોનગઢ તાલુકાના મેંઢા ગામે પણ ઉપલુ ફળિયું સંપર્ક વિહોણું થયું. કનાડા ગામે પણ વરસાદનું પાણી ફરી વળતા ચોરવાડ સાથે જોડતો રસ્તો ધોવાયો. વ્યારા તાલુકા ના કાંજણ ગામે પણ વરસાદી પાણી ફરીવળતા લોકો ફસાયા. આમ સોનગઢ તાલુકા અને તાપી જિલ્લામાં વરસાદના કારણે તારાજી સર્જાય છે. સોનગઢ તાલુકા માર્ગ મકાન વિભાગની નબળી કામગીરી છતી થઈ. અમલગુંડી ગામ ને ગુનખડી વ્યારા સાથે જોડતો પુલ ધોવાતા જિલ્લાના મુખ્ય મથક સાથે યાત્રા યાદ કરવા માટે મુશ્કેલી ઊભી થઈ.

11:30
ધોધમાર વરસાદના પગલે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ બે કાંઠે થઈ. સૌપ્રથમ મંતવ્ય ન્યુઝ પર આહલાદક દ્રશ્યો જોઈ શકો છો. મેઘરાજાની બેટિંગથી સર્વત્ર પાણી પાણી થયુ હતુ. ઉપરવાસમાં વરસાદથી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીર આવતા સર્જાયા આહલાદક દ્રશ્યો સર્જાયા.

10:48
રાજકોટ
રાજકોટમાં વરસાદના કારણે નાની પરબડીમાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા. ભારે વરસાદ બાદ ગ્રામ્યમાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા. પાણીનું દબાણ થતાં ખેતરમાં હાઈ પ્રેશરથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા. નાની પરબડીમાં 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

10:48
મહીસાગર
મહીસાગરમાં વહેલી સવારથી મેધરાજાએ મહેર કરી છે. મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. લુણાવાડાથી વરધરીના પશ્વિમ વિસ્તારમાં વરસાદ પડયો. લુણાવાડા, હડોડ, ચારીના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું જોર રહ્યું.

09:37
જૂનાગઢ

જૂનાગઢમાં ચોરવાડ PGVCL બિલ્ડિંગમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાવાથી તમામ રેકોર્ડ પાણીમાં પલળ્યા. સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા PGVCL કચેરી પહોંચ્યા.

PGVCL ઓફિસ પહોંચી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું. બિલ્ડીંગના રીપેરીંગ અર્થે સંબંધિત વિભાગોને જાણ કરી. બિલ્ડિંગનું સમરકામ નહિ કરાય તો આંદોલનની ચીમકી આપી.

09:00
નવસારી
નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર. નવસારી શહેરમાં સર્જાયું પૂર સંકટ. નવસારી શહેરમાં પુરની સ્થિતિને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણ વિસ્તારો જેવા કે શાંતાદેવી રોડ, રિંગ રોડ વિસ્તાર અને રંગૂન નગર, ભેસતખાડામાં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Navsari Rain : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી, દીવાલ ધરાશાયી થતાં બે કાર ભાંગીને ભુક્કો થઈ

વરસાદી પાણીમાં વાહનો સાથે લોકો ફસાઈ ગયા. શહેરમાં 120 લોકોનું સ્થળાંતર કરાયું. કલેકટર, વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ મદદનું આશ્વાસન આપ્યું.

09:00
તાપી
તાપીમાં અવિરત વરસાદથી સર્વત્ર જળબંબાકાર. વ્યારાના છીન્ડિયામાં ચારે બાજુ ભરાયું પાણી. આથમણી ફળિયામાં પાણી ભરાતા 7 થી 8 લોકો ફસાયા. NDRF અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ. મીંઢોડા નદીમાં પાણી વધતા કિનારાના ગામોને એલર્ટ કરાયા. તાપીમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું મીંઢોડા નદીમાં પાણીની સપાટીમાં ભયજનક વધારો થતા કિનારા ના ગામો ને એલર્ટ કરાયા. તાલુકા ડોલવણ , નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ માં ગત રાતે પડેલ ભારે વરસાદ ને કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ હોવાથી, તમામ આંગણવાડી, અને શાળાઓમાં આજની તા.૨૬/૦૭/૨૪ ની રજા જાહેર કરવામાં આવી.

08:20
વડોદરા


વડોદરામાં વરસ્યો ભારે વરસાદ. વડોદરામાં આસોજ ગામના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. ભારે વરસાદ થતા વિશ્વામિત્રી નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા. વડોદરાની વિશ્વામિત્રીમાં આવ્યું પૂર. વડોદરા શહેરમાં દક્ષિણ વિસ્તારનો કેટલોક ભાગ થયો પાણી પાણી. વિશ્વામિત્રી નદીના પાણી પાણી ઘરમાં ઘુસતા સામાન્ય જનજીવન પર અસર થઈ. કોટેશ્વર મહાદેવ, કાંશા એપાર્ટમેન્ટમાં પાણી ફરી વળ્યા.

મનપાને જાણ થઈ કેટલાક નાગરિકો ફસાયા છે. નાગરિકો ફસયાની જાણ થતાં એન ડી આર એફ ફાયર વિભાગ ની ટિમ રેસ્કુય કરવા પંહોચી. એનડીઆરએફે 138 નાગરિકોનું રેસ્ક્યુ કર્યું. જો કે વિશ્વામિત્રી નદીના પાણી ભરાવાના કારણે મગરના આંટફેરા પણ શરૂ થયાનું જોવા મળ્યું. પૂરના કારણે મગર માનવ વસાહતમાં પહોંચ્યા. બીલ ગામ પાસે નદીના પાણીમાંથી મગર બહાર આવ્યો. શ્રી હરિ રેસીડેન્સીના ગેટ પર મગર આવી ગયો. સોસાયટીના લોકોમાં મગરના કારણે ભયનો માહોલ. મગર રેસ્ક્યુ ટીમને બોલાવી મગરને સલામત સ્થળે ખસેડાયો.

8:10
નવસારી


નવસારી જિલ્લામાં મેઘ તાંડવ. જલાલપોરમાં મેઘાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું.  ગઇકાલે મોડી સાંજ બાદ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો.

જલાલપોર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી ઘુસ્તા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું. લોકોએ વરસાદને પગલે થયેલા નુકસાન માટે સરકાર પાસે વળતરની માંગ કરી છે.

જયારે ગણદેવી,ખેરગામમાં એક ઇંચથી વધુ વરસાદ, ચીખલી અને ખેરગામ તાલુકા માં બે ઇંચ થી વધુ વરસાદ,  વાંસદામાં ત્રણ ઈંચ થી વધુ અને ચીખલીમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો. વરસાદના કારણે પુર્ણા નદીના જળ સ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.

07:45
તાપી

તાપી જિલ્લામાં નેશનલ હાઇવે ધોવાયો. વરસાદના કારણે નેશનલ હાઇવે ધોવાયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાને જોડતો હાઇવે ધોવાયો. રોડના બે ટુકડા થતાં પ્રશાસન તંત્ર દોડતું થયું. અવિરત વરસાદથી અનેક ગામોમાં ભરાયા પાણી. ભારે વરસાદમાં બે લોકોને ગામ લોકોએ પાણીમાં વહી જતા બચાવ્યા. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઊભા થયા. સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ પાસે રોડ નીચેથી આખી માટી ધોવાઈ જતા અનેક ગામો તાલુકા થી સંપર્ક વિહોણા થયા. નેશનલ હાઈવે ની આટલી હલકી કક્ષાની કામગીરી કરી સરકારના કરોડો રૂપિયાનું પાણી કરનાર એજન્સી બ્લેક લિસ્ટ કરાય એવી લોકમાંગ. તાપી જિલ્લામાં આખી રાત પડેલા મુશળધાર વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા.

07:30
ભરૂચઃ
ભરૂચમાં સાહોલથી સુરતને હાઇવે પર પાણી પાણી. મુખ્ય હાઇવે પર પાણી ભરાતા માર્ગ કરાયો છે બંધ. પાણી વહેણ વધારે હોવાથી કોસંબા માર્ગ પણ બંધ. પોલીસે ખડેપગે લોકોને પાણીમાં જતા અટકાવ્યા. વાહનોની લાંબી કતારો જોવા મળી. ભરૂચ: અંકલેશ્વરથી સુરતને જોડતો હાઇવે બંધ. સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે પણ બંધ થયો. સાહોલ, વડોલી ગામના માર્ગ પર ધસમસતું પાણી. સાહોલથી કોસંબાને જોડતો માર્ગ પણ બંધ. વાહનવ્યવહાર બંધ રહેતા અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે સવારે 8 વાગ્યે તંત્રની કામગીરી બાદ ભરૂચ અંકલેશ્વર સુરત હાઇવે શરૂ થયો. સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ થયો.  માર્ગ પર પાણીનું ઓછું થતા માર્ગ ચાલુ થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વકીલે અસીલ પાસે માંગવી પડી માફી, જાણો કેમ…

આ પણ વાંચો: Unseasonal rain/મોસમનો મિજાજ પલટાયો, દિલ્હીમાં આંધીતૂફાનની આગાહી

આ પણ વાંચો: Loksabha Election 2024/રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા

આ પણ વાંચો: Priyanka rally/આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી