Botad News/ ગઢડાના બોડકી ગામે 15 ફૂટ ઊંડા પાણીના ખાડામાં પડી મહિલાનું મોત, પગ લપસતા સર્જાઈ દુર્ઘટના

ગઢડાના બોડકી ગામે 15 ફૂટ ઊંડા પાણીના ખાડામાં પડી મહિલાનું મોત (Woman Drowning Case), ગામલોકોએ મૃતદેહ બહાર કાઢ્યો

Top Stories Gujarat Others Breaking News
Woman Drowning Case: ગઢડાના બોડકી ગામે અકસ્માત, 15 ફૂટ ઊંડા ખાડામાં પડી મહિલાનું મોત

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના બોડકી ગામે એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ઊંડા પાણીના ખાડામાં અકસ્માતે પડી જતાં એક મહિલાનું મોત (Woman Drowning Case) નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, મહિલાનો પગ લપસતાં તે અંદાજે 15 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી અને બહાર ન નીકળી શકતાં તેનું ડૂબી જવાથી મોત થયું હતું.

Woman Drowning Case: પગ લપસતાં ઊંડા ખાડામાં પડી ગયા

મૃતક મહિલાની ઓળખ બોડકી ગામના ભાવુબેન વિપુલભાઈ મુધવા તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, ભાવુબેન કોઈ કારણસર પાણી ભરાયેલા ખાડા નજીક ગયા હતા, તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો.પાણીનો ખાડો અંદાજે 15 ફૂટ જેટલો ઊંડો હોવાથી તેઓ બહાર આવવાનો પ્રયાસ કરી શક્યા નહોતા અને પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત (Woman Drowning Case) થયું હતું.

ગામલોકોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિકોએ પોતાની રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી અને ભારે મહેનત બાદ મહિલાના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યો હતો.ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે.હાલ પ્રાથમિક દૃષ્ટિએ આ બનાવ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માત મોત (Woman Drowning Case)નો ગુનો નોંધી મહિલાના મોતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:કેશોદ હાઈવે પર બાઈકના વ્હીલમાં સાડી ફસાતાં મહિલાનું મોત, પીપળી ધાર પાસે સર્જાયો કરુણ અકસ્માત

આ પણ વાંચો:બનાસકાંઠા: નોળિયો કરડ્યા બાદ મહિલાનું મોત

આ પણ વાંચો:મહેસાણામાં પૂરપાટ ઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા મહિલાનું મોત