Saputara News/ દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા

દક્ષિણ ગુજરાતની ફરી ધરા ધ્રુજી. સાપુતારા નજીક ભૂકંપના આચકા અનુભવાયા

Gujarat Top Stories Others Breaking News
Earthquake

Saputara news: દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આચકા અનુભાવાયા હતા. ગુજરાતના સાપુતારાથી આશરે 9 કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સાપુતારા નજીક ભૂંકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા 

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાપુતારાથી આશરે 9 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.

સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.