Ahmedabad News: સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી છેતરપિંડી (Ahmedabad Grindr App Fraud) અને નાણાં પડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ‘ગ્રિન્ડર’ એપ મારફતે સંપર્કમાં આવેલા એક યુવકને મળવા બોલાવી બે શખસોએ ધમકી આપી હોવાનો અને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.25 હજાર પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ મામલે બાપુનગર વિસ્તારમાં રહેતા અને કઠવાડાની ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 31 વર્ષીય યુવકે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad Grindr App Fraud: ‘એક્સપર્ટ’ નામના યુઝર આઈડીથી આવ્યો મેસેજ
ફરિયાદ મુજબ, ગત 22 જૂને યુવક ઓફિસમાં હતો ત્યારે તેના મોબાઇલ પર ‘ગ્રિન્ડર’ એપના ‘એક્સપર્ટ’ નામના યુઝર આઈડી (Grindr Scam Ahmedabad) પરથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બે-ત્રણ દિવસ વાતચીત થઈ હતી.25 જૂનની સાંજે યુવકને મળવા માટે જશોદાનગર નજીક પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે (Jashodanagar Crime) આવેલા અરુણ એપાર્ટમેન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા બે અજાણ્યા શખસો તેની પાસે આવ્યા હતા.
નુકસાનના નામે પૈસાની માગણી
ફરિયાદમાં યુવકે જણાવ્યું છે કે બંને શખસોએ તેને ડરાવીને (Dating App Fraud) એવો દાવો કર્યો હતો કે એપ પર જે વ્યક્તિ સાથે તે વાત કરતો હતો તે તેમનો સંબંધી છે અને આ વાત સામે આવ્યા બાદ ઘરમાં નુકસાન થયું છે.
બંનેએ ફોન અને ટીવી સહિતના સામાનને નુકસાન થયું હોવાનું કહીને આશરે રૂ.40 હજારના નુકસાનનો અડધો ખર્ચ આપવા માટે યુવક પર દબાણ કર્યું હતું. પૈસા નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.યુવક પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.25 હજાર ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આરોપ છે.
એપ ડિલીટ કરાવી, ત્યારબાદ પણ વધુ પૈસાની માગણી
ફરિયાદ મુજબ, બંને શખસોએ (Ahmedabad Grindr App Fraud) યુવકના મોબાઇલમાંથી ‘ગ્રિન્ડર’ એપ પણ ડિલીટ કરાવી હતી. જોકે ત્યારબાદ પણ વધુ ખર્ચ થયો હોવાનું કહીને તેની પાસેથી વધુ પૈસાની માગણી (Digital Blackmailing) કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાથી પરેશાન યુવકે પોતાના મિત્રો સાથે વાત કરી હતી. મિત્રોએ તેને પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપ્યા બાદ યુવકે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે વટવા GIDC પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ઓળખ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ડેટિંગ એપ્સ પર મિત્રો શોધનારા 5 ભૂલ ભૂલેચૂકેય ન કરો
આ પણ વાંચો: પહેલીવાર ડેટિંગ એપ ટ્રાય કરી રહ્યા છો? તમારી એક નાની ભૂલ તમને મુસીબતમાં મૂકી શકે છે!
આ પણ વાંચો: ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …
