Ajab Gajab News/ 25 વર્ષના યુવાનનું બજેટ જોઈને સોશિયલ મીડિયા પર હલચલ! 1 લાખ સેલરી છતાં બચત ફક્ત 20 હજાર!

25 વર્ષના એક યુવાને પોતાની રેડિટ પોસ્ટમાં દર્શાવ્યું છે કે, મહિનાની શરુઆતમાં જ એની 1 Lakh Salary માંથીઅડધીથી વધુ સેલરી પૂરી થઈ જાય છે!

Ajab Gajab News Trending
1 Lakh Salary છતાં બચત કેવળ 20 હજારની! Shocking હકીકત, મોંઘવારીનો મોટો માર?

Ajab Gajab News: હાલમાં જ રેડિટ પર મહિનાની 1 લાખ આવક (1 Lakh Salary) કમાતા યુવાને પોતાની મુશ્કેલી શૅર કરી છે અને જે પછી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે શું મોટા શહેરોમાં મોંઘવારી આપણી આખી સેલરી (1 Lakh Salary) ખાઈ રહી છે?

આજના સાંપ્રત યુગમાં 1 લાખ મહિનાની આવક (1 Lakh Salary) ઘણી સારી માનવામાં આવે છે, ખાસ કરીને એ કેવળ 25 વર્ષની ઉંમરે હોય! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે આટલો પગાર મેળવનારો યુવાન પણ મહિનામાં ફક્ત 20,000 બચાવવા  (20 Thousand Saving) માટે પણ ઝઝૂમવું પડી રહ્યું છે. હાલમાં જ રેડિટ (Raddit) પર યુવાને પોતાની મુશ્કેલી શૅર કરી છે અને જે પછી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે શું મોટા શહેરોમાં મોંઘવારી (Inflation) આપણી આખી સેલરી ખાઈ રહી છે? તો જાણીએ આ વાયરલ કિસ્સાની પૂરી કહાણી…

કારની EMIમાં અને ઘરના ભાડામાં ફસાયેલો યુવાન
કારની EMIમાં અને ઘરના ભાડામાં ફસાયેલો યુવાન

25ની વયે કેમ ધૂંટાઈને જીવન જીવી રહ્યો છે યુવાન? (1 Lakh Salary is not Enough) 

25 વર્ષના એક યુવાને પોતાની રેડિટ પોસ્ટમાં દર્શાવ્યું છે કે મહિનાની શરુઆતમાં જ એની અડધીથી વધુ સેલરી પૂરી થઈ જાય છે! એણે પોતાનો પૂરો હિસાબ પણ શૅર કર્યો છે…જેમાં કાર લોનની EMIના 2,5000 રુપિયા, ઘરના ભાડા પેટે 25,000 રુપિયા અને ઇન્શ્યોરન્સના પ્રીમિયમા 6,000 રુપિયા સામેલ છે. અર્થાત્ પગાર આવતાવેંત 3-4 દિવસમાં જ 56,000 રુપિયા ખર્ચાઈ જાય છે! ત્યારબાદ, ખાવા-પીવામાં 10,000 રુપિયા, પેટ્રોલમાં 5,000 રુપિયા અને અન્ય બિલ્સ પર 3,000 રુપિયા ખર્ચાઈ જાય છે. તમામ ખર્ચનો સરવાળો કરતા આખરે એની પાસે કેવળ 20,000 રુપિયા જ બચે છે!

કુટુંબનું દેવુ અને નોકરી ખોવાનો ડર

એના જણાવવા પ્રમાણે પરિવારની જવાબદારીઓના કારણે એની હાલત ઓર ખરાબ છે. એ ઉપરાંત, એની પર પોતાના પિતાનું 8 લાખનું દેવું ચૂકવવાનું પણ દબાણ છે પરંતુ ઓછી બચતના કારણે એ ચૂકવી શકતો નથી. એણે લખ્યું છે, “હું મારી યુવાનીમાં રાત-દિવસ, વીકએન્ડમાં પણ કામ કરી રહ્યો છું, જેથી વર્ષભરમાં 2 લાખ રુપિયા બચાવી શકું!” એણે જણાવ્યું છે કે, જો એની નોકરી (Job) જતી રહેશે તો એની કાર અને ભાડાનું ઘર બંને જતા રહેશે કારણ કે, એની પાસે કોઈ ઈમરજન્સી ફંડ નથી.

Big City Expenses
Big City Expenses

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ સુર્ખીઓમાં

આ વાયરલ પોસ્ટ પર સોશિયલ મીડિયા (Social Media)ના લોકોનું અલગ-અલગ મંતવ્ય છે. કેટલાક યૂઝર્સે એના ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર સવાલ ઉઠાવ્યા છે. એક યુઝર લખે છે, “તમે 25,000 રુપિયાની EMI વાળી કાર કેમ લીધી, જે તમારી સેલરીનો ચોથો હિસ્સો ખાઈ રહી છે?”

કેટલાક લોકોએ સલાહ પણ આપી કે, એ જો PG માં રહેતો હોત અને નાની સેકન્ડહેન્ડ કાર લીધી હોત તો એના હજારો રુપિયા બચી શકતા હતા! વળી કેટલાય લોકોનું માનવું છે કે, આજના મોટા શહેરોમાં ખર્ચા (Big Cities Expenses) ઘણા વધારે છે અને નોકરીમાં પ્રેશર પણ ઘણું છે!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :