Ajab Gajab News: બેંગાલુરુ (Bengaluru)માં કેમેરાએ ગિટારને પાછળ બેઠેલો હેલમેટ વિનાનો પિલિયન રાઇડર સમજીને એને 500 રુપિયાનો ટ્રાફિક દંડ (Traffic Challan) ફટકારી દીધો!
બેંગાલુરુમાં ટ્રાફિક નિયમો પર નજર રાખવા માટે AI કેમેરાએ કંઇક એવું કર્યુ છે (AI Camera Mistake) કે જેને જાણીને કદાચ તમે પોતાનું હસવું નહિં રોકી શકો! એક બાઇકમાં પાછળ કોઈ શખ્સ બેઠો જ નહોતો પણ ચાલકે એક ગિટાર (Guitar) લટકાવેલું હતુ જેને કેમેરાએ પાછળ બેઠેલો હેલમેટ વિનાનો પિલિયન રાઇડર (Pillion Rider) સમજીને એને 500 રુપિયાનો દંડ ફટકારી દીધો!
પરંતુ સાચી વાત ત્યારે જ બહાર આવી જ્યારે ખબર પડી કે બાઇક પર બાઈક ચાલક સિવાય અન્ય કોઇ શખ્સ હતો જ નહિં! AI કેમેરાએ પાછળ લટકતા ગિટારને માણસ (Human) સમજી લીધો હતો!!

બેંગાલુરુનો ટ્રાફિક ચલણનો કિસ્સો (Bengaluru Traffic Challan Incident)
આ કિસ્સો છે બેંગાલુરુના રહેવાસી સૌવિક દત્તાનો…એ પોતાની પત્નીના દ્વિચક્રી વાહન (Two Wheeler) પર જઇ રહ્યાં હતા. એમણે હેલમેટ પણ પહેર્યું હતુ અને બાઇક પર એમની પાછળ કોઇ જ બેઠું ન હતુ. હા…એમની પીઠ પર એક ગિટાર અવશ્ય લટકતું હતું.
આ દરમિયાન રસ્તા પર લાગેલી AI આધારિત ટ્રાફિક કેમેરાએ એમનો ફોટો ખેંચ્યો હતો. આ ફોટાના આધારે AI સિસ્ટમે કદાચ એવું માની લીધું કે બાઇક પર એક અન્ય વ્યક્તિ પણ બેઠું છે જેણે હેલમેટ પહેર્યું નથી. આ પછી 500 રુપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું. જ્યારે સૌવિકને આ ચલણ વિશે ખબર પડી તો એણે સોશિયલ મીડિયા પર એની જાણકારી શૅર કરી. એણે બેંગાલુરુ ટ્રાફિક પોલીસ (Bengaluru Traffic Police)ને ટૅગ કરતા જણાવ્યું કે તે બાઈક પર એકલા જ હતા અને એમની પીઠ પર ફક્ત ગિટાર હતુ! એમણે પોલીસને આ ચલણને રદ કરવાની અપીલ પણ કરી છે.
I was riding my wife’s two-wheeler alone with my guitar slung on my back in Bangalore. @blrcitytraffic my wife received a traffic challan (notice no. 86202541) for “pillion riding without helmet”. So much for AI based traffic violation detection! Pls revoke the challan #AISlop pic.twitter.com/fYCn9OoUNQ
— Souvik Dutta (@souvikonline) September 26, 2026
આ કિસ્સાની સૌથી મજેદાર બાબત તો એ હતી કે, ચલણ સાથે ફોટો પણ મોકલવામાં આવ્યો હતો. ફોટામાં સૌવિક સ્પષ્ટ રુપે હેલમેટ પહેરેલા દેખાઇ રહ્યાં છે, એમની પાછળ એક ગિટાર પણ લટકે છે. બાઇક પર કોઈ બીજી વ્યક્તિ જ નથી જેણે હેલમેટ ન પહેરી હોવા બદલ આ ચલણ જારી કરવામાં આવ્યું હતુ!! સૌવિકને ચલણની કૉપી પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. જો કે, એમની પત્નીના નામે વાહન રજિસ્ટર્ડ હોવાથી આ ચલણ પણ એમની પત્નીના નામે જારી કરવામાં આવ્યું છે! એમની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે.

હેલમેટ પહેરીને કાર ચલાવી
આ એકમાત્ર એવો કિસ્સો નથી જેમાં ટેકનિકલ ભૂલ થઇ હોય! કર્ણાટકના બેલગાવી જીલ્લામાં એક AI આધારિત ટ્રાફિક કેમેરાએ કાર માલિકને હેલમેટ ન પહેરવા બદલ 500 રુપિયાનું ચલણ જારી કરેલું! જવાબમાં કારના માલિકે જાતે હેલમેટ પહેરીને કાર ચલાવતો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ ઉપરાંત, કેટલાક વર્ષો અગાઉ એક કાર ડ્રાઈવરને સીટ બેલ્ટ ન લગાવવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. કેમેરાને ડ્રાઈવરના શર્ટના રંગ અને સીટ બેલ્ટમાં ફરક સમજમાં જ ન આવ્યો હોવાથી આવું થયું હતું. ઑષ્ટ્રેલિયામાં મે મહિના દરમિયાન આવા એ આઈ છબરડાના કિસ્સાઓમાં 60 ટકા કિસ્સામાં અપીલો સફળ રહી હતી.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
