Not Set/ ચારા ઘોટાડામાં આરોપી લાલુ પ્રસાદ યાદવની સજા વધુ એકવાર ટળી

દેવધર ચારા ઘોટાડામાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાનું એલાન વધુ એકવાર ટાળી દેવામાં આવ્યું છે. રાંચીની વિશેષ CBI અદાલત દ્વારા હવે આ મુદ્દે સજાનું એલાન શુક્રવારના રોજ કરવામાં આવશે. હકીકતમાં, ગુરુવારે A થી K નામવાળા ચાર આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. તેથી લાલુ યાદવની  સજાનું એલાન થઇ શક્યું ન હતું. પરંતુ, […]

India

દેવધર ચારા ઘોટાડામાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાનું એલાન વધુ એકવાર ટાળી દેવામાં આવ્યું છે. રાંચીની વિશેષ CBI અદાલત દ્વારા હવે આ મુદ્દે સજાનું એલાન શુક્રવારના રોજ કરવામાં આવશે. હકીકતમાં, ગુરુવારે A થી K નામવાળા ચાર આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. તેથી લાલુ યાદવની  સજાનું એલાન થઇ શક્યું ન હતું. પરંતુ, આરજેડી પ્રમુખે અપીલ કરતા જણાવ્યું કે, તેઓની સજાનું એલાન ત્વરિત કરવામાં આવે.

આ કેસમાં લાલુ યાદવ અને સહિત ૧૬ લોકોને આજે સજા આપવામાં આપવામાં આવશે. અદાલત દ્વારા લાલુ યાદવને છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપમાં IPCની અલગ અલગ ધારાઓ હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. જયારે આ કેસમાં બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગત સહિત ૬ લોકોએ નિર્દોષ જાહેર કર્યા હતા.

મહત્વનું છે કે, બુધવારે લાલુ યાદવ સહિત બધા આરોપીઓ સજાના એલાન માટે કોર્ટ પહોચ્યા પરંતુ વકીલના મૃત્યુ ના કારણે અન્ય વકીલોએ કામ કરવા અંગે વિરોધ કર્યો હતો. તેથી સજાનું એલાન ટાળી દેવામાં આવ્યું હતું.